નવી દિલ્હી: સમય પણ કેવી કેવી ખેલ દેખાડે છે. ભૂતકાળમાં જ્યાં એક માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો હતો, હવે એક પુત્ર તેની માતાથી અલગ થઈ ગયો છે. અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) તેની માતા અરુણા ભાટિયાને (Aruna Bhatia) ગુમાવી દીધા છે, ત્યારબાદ અંતિમ સંસ્કાર સ્થળેથી તેની કેટલીક તસવીરો સામે આવી છે. નિરાશ અક્ષય કુમાર કારમાં બેઠેલો જોવા મળે છે અને તેની પત્ની તેની સાથે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહેરા પર સ્પષ્ટ દેખાઈ તકલીફ
તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) અને અક્ષય કુમાર બંનેની આંખો નમ છે. અક્ષય કુમારના (Akshay Kumar) ચહેરા પર તેની માતા ગુમાવવાનું દર્દ સ્પષ્ટ જોઈ શકાય છે. સ્વાભાવિક છે કે ખિલાડી કુમારને આ મુશ્કેલીમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગશે અને આ એક નુકશાન છે જેની ભરપાઈ કોઈ પણ રીતે થઈ શકે તેમ નથી.


આ પણ વાંચો:- Live શોમાં નેહા ભસીને તેની અન્ડરવેર... આ ગંદી હરકત જોઈ બધા ચોંકી ઉઠ્યા


કરોડો રૂપિયાની કમાણી હોવા છતાં આજે પણ ભાડાના ઘરમાં રહે છે આ કલાકારો, કારણ છે જાણવા જેવું


અક્ષય કુમારે લખી આ વાત
માતાના નિધન પર અક્ષય કુમારે (Akshay Kumar) સોશિયલ મીડિયા પર લખ્યું, "તે મારી કરોડરજ્જુ હતી અને આજે હું મારા અસ્તિત્વના મૂળમાં અસહ્ય પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા (Aruna Bhatia) આજે સવારે શાંતિથી દુનિયા છોડીને બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરી જોડાયા. હું તમારી પ્રાર્થનાનું સન્માન કરું છું કેમ કે, હું અને મારા પરિવાર આ દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. શાંતિ. '


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube