નવી દિલ્હી : અક્ષય કુમાર હાલ પેડમેનનાં પ્રમોશન માટે વિવિધ સ્થળોની મુલાકાત લઇ રહ્યો છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રીલીઝ થઇ રહી છે. આ દરમિયાન તેઓ દિલ્હી યૂનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વુમન મેરેથોનનું સમર્થન કર્યું હતું. તેનાં હાથમાં ભાજપની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નો ઝંડો પણ લહેરાતો જોવા મળ્યો હતો. અક્ષય કુમારે ઝંડા સાથેની પોતાની તસ્વીર પણ શેર કરી હતી. આ સાથે કેપ્શનમાં લખ્યું કે, આ મહિલા સશક્તિકરણને આગળ વધારી રહી છે, સાથે જ ટેક્સ ફ્રી સેનેટરી પેડ માટે દોડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આના પર રિટ્વીટ થવા લાગ્યા હતા. કેટલાક લોકોએ આ પગલાનાં વખાણ કર્યા તો કોઇએ સવાલ પેદા કર્યા હતા. રીટ્વીટમાં કેટલાક યુઝર્સે અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મમાં એકવાર ફરીથી અક્ષય કુમાર સામાજિક મુદ્દા પર સવાલો ઉઠાવશે. અગાઉ પણ તે ટોઇલેટ એખ પ્રેમકથા જેવી સોશિયલ બેઝ પર ફિલ્મ બનાવી ચુક્યા છે. પોસ્ટરમાં દેખાઇ રહ્યું છે કે, નવા લુકમાં અક્કી પોતાનાં હાથમાં સેનેટરી નેપકીન લઇને દેખાઇ રહ્યો છે. આ લુક મુવીની વાર્તા છે અને તેનાં સંદેશને દમદાર રીતે રજુ કરવામાં આવ્યું છે.


બેકગ્રાઉન્ડ પરથી સ્પષ્ટ દેખાય છે કે સીનને વિદેશમાં શુટ કરવામાં આવ્યા છે. તે અગાઉ બે પોસ્ટર આઉટ થઇ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ પદ્માવત સાથે ટક્કર ન થાય તે માટે તેની રીલિઝ ટાળવામાં આવી હતી.