OMG 2 Teaser: અક્ષય કુમારની મચઅવેટેડ ફિલ્મ 'OMG 2'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના થોડી મિનિટોના ટીઝરમાં અક્ષય કુમારે કપાળ પર ભસ્મ, લાંબા વાળ અને ગળામાં રુદ્રાક્ષ પહેરીને ભોલેનાથના લૂકમાં ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. આ ફિલ્મના ટીઝરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. 



'OMG 2'ના ટીઝર રિલીઝ પહેલા અક્ષય કુમારે ફિલ્મના ઘણા પોસ્ટર રિલીઝ કર્યા છે. જેમાં તેમનો લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. ત્યારે હવે ફાઈનલી આ ફીલમું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું છે જેને જોઈને અક્ષય કુમાર ફરી એકવાર ફેન્સના દિલમાં વસી ગયો છે. ફિલ્મ 'OMG 2' વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'OMG'નો બીજો ભાગ છે. પહેલા ભાગમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના રોલમાં જોવા મળ્યા હતા, જ્યારે આ વખતે તે ભોલેનાથના રોલમાં જોવા મળી રહ્યા છે..


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Akshay Kumar (@akshaykumar)


આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થશે
ફિલ્મ 'OMG 2'માં અક્ષય કુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ લીડ રોલમાં છે. આ સાથે 'રામાયણ' ફેમ અરુણ ગોવિલ પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે સની દેઓલની 'ગદર 2' સામે ટકરાશે. 


આ પણ વાંચો:
કેમ જોવા મળી રહ્યું છે મેઘતાંડવ? જાણો કોણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું, 5 કારણો
કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ

આજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, બુધ અપાવશે અપાર સફળતા, પ્રગતિ અને છપ્પરફાડ ધન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube