નવી દિલ્હીઃ ઈન્ડિયન એર ફોર્સે મંગળવારે સવારે પીઓકેમાં ઘુસીને ઘણા આતંકી ઠેકાણાને બરબાદ કરી દીધા છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત તરફથી આ પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બ વર્ષા કરી હતી. ઈન્ડિયન એર ફોર્સે 12 મિરાજ 2000 વિમાનોએ જૈશ આતંકી ઠેકાણા પર 1000 કિલોથી વધુ વિસ્ફોટકનો વરસાદ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંદર ઘુસીને મારોઃ અક્ષય કુમાર
પ્રાપ્ત માહિતી અનુસાર ઈન્ડિયન એરફોર્સે આજે સવારે 3.30 કલાકે બોમ્બવર્ષા કરી હતી. ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને તબાહ કરી દીધા છે. ઈન્ડિયન એરફોર્સની આ કાર્યવાહી બાદ હવે બોલીવુડના રિએક્શન સામે આવવા લાગ્યા છે. પીઓકેમાં ઈન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી મળતા જ અજય દેવગન, અનુપર ખેર અને પરેશ રાવલે જ્યાં ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. તો બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે ટ્વીટ કરીને ઈન્ડિયન એરફોર્સની ખૂબ પ્રશંસા કરી  અને કર્યું - અંદર ઘુસીને મારો.... 



તો બીજીતરફ પુલવામા હુમલા બાદ થયેલી આ કાર્યવાહીથી પાકિસ્તાને પણ સ્વીકાર કરી લીધો છે. પાકિસ્તાની સેનાએ સ્વીકાર કર્યો કે, ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઈને કાર્યવાહી કરે છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફૂરે દાવો કર્યો કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું. અમે તરત જવાબ આપ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત પોતાની સરહદ પર પરત આવી જતા રહ્યાં હતા. 

Pokમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી, બોલીવુડમાં લાગ્યા 'જય હો'ના નારા