`હાઉસફુલ 4`: અક્ષય કુમારે શેર કર્યું ગીત `બાલા`નું ટીઝર, કાલે થશે રિલીઝ
ડાયરેક્ટર ફરહાદ સામજીની કોમેડી ફિલ્મ હાઉસફુલ 4નું ગીત બાલા બીજું ગીત હશે. આ પહેલા એક ગીત એક ચુમ્મા રિલીઝ થઈ ચુક્યું છે.
નવી દિલ્હીઃ ડાયરેક્ટર ફરબાદ સામજીની કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 4'નું ટ્રેલર લોકોને ખુબ હસાવી રહ્યું છે. ત્યારબાદ ફિલ્મનું પ્રથમ ગીત 'એક ચુમ્મા' રિલીઝ થયું, જેણે લોકોને નાચવા પર મજબૂર કરી દીધા હતા. હવે બીજા ગીત બાલાની અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર એક ઝલક શેર કરી છે.
અક્ષય કુમારે પોતાના ટ્વીટર હેન્ડલ પર ગીતની એક ઝલક શેર કરી અને ગીતને કાલે રિલીઝ કરવાની જાણકારી આપી છે. આ સાથે તેણે કેપ્શન આપ્યું, 'શૈતાન કા સાલા ઔર રાહણ ને હૈ પાલા, ક્યા આપ ઉસસે મિલને કે લિયે તૈયાર હૈ?'
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર