અમદાવાદ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે અભિનેતા અક્ષય કુમાર સાથે તેની આગામી ફિલ્મ પેડમેન જોઇ હતી. મુખ્યમંત્રી માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. પેડમેન આ શુક્રવારે રિલીઝ થઇ રહી છે.આ ખાસ શો સોમવારે મુખ્યમંત્રી અને અક્ષયકુમાર માટે અમદાવાદનાં પીવીઆર થિયેટરમાં રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે ગુજરાતનાં શિક્ષણ અને બાલકલ્યાણ મંત્રી વિભાવરી દવે પણ આ ખાસ સ્ક્રિનિંગમાં હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યારે પેડમેન ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જીએસટી બાદ આ નિર્ણય લેવો સંભવ નહી હોય. જો કે જે પણ રાજ્ય સરકારથી થઇ શક્યું તેઓ આ વિષયની જાગૃતતા માટે જરૂર કરશે. અક્ષય કુમારે કહ્યું કે, મહિલાઓને આ અંગે જાગૃત કરવા પડશે. હું એવા સમાજને જોવા માંગું છું કે જ્યાં એક પુત્રી પોતાનાં પિતાને સેનેટરી નેપકિન મંગાવી શકે.


અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની આ ફિલ્મ સમાજ માટે જાગૃતી ફેલાવવા માટે બનાવી છે. જે રાજ્ય સરકારની સહાયથી ઘણી હદ સુધી લાવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર હાલ સામાજીક મુદ્દાઓ પર અલગ અલગ ફિલ્મો બનાવી રહ્યો છે. જેમાં અગાઉ ટોઇલેટ એક પ્રેમકથા ફિલ્મ પણ બનાવી હતી. જેને ખુબ જ સરાહના અને સફળતા મળી હતી. વડાપ્રધાને પણ પેડમેન ફિલ્મ જોવા માટે અક્ષય કુમારને સમય ફાળવ્યો છે.