અક્ષયકુમારના આ બોલીવુડ અભિનેત્રી સાથે થયા હતા સીક્રેટ લગ્ન? અભિનેત્રીએ કહ્યું હતું-અફેરના બહાને ઉપયોગ કર્યો
બોલીવુડની આ અભિનેત્રી અને અક્ષયકુમારના અફેરની ચર્ચા કોઈ નવી નથી. જો કે બંનેએ ક્યારેય તે અંગે ખુલીને સ્વીકાર કર્યો નથી. પરંતુ જૂના કેટલાક ઈન્ટરવ્યુ છે જેમાં તેમણે પોતાના સંબંધ અંગે વાતો કરેલી છે.
Akshay Kumar engagement Raveena Tandon: બોલીવુડની જાણીતી અભિનેત્રી રવીના ટંડન અને અક્ષયકુમારના અફેરની ચર્ચા કોઈ નવી નથી. જો કે બંનેએ ક્યારેય તે અંગે ખુલીને સ્વીકાર કર્યો નથી. પરંતુ જૂના કેટલાક ઈન્ટરવ્યુ છે જેમાં તેમણે પોતાના સંબંધ અંગે વાતો કરેલી છે. તે સમયે અક્ષય અને રવીનાના લગ્નના સમાચાર વહેતા થયા હતા. પરંતુ ત્યારબાદ બ્રેકઅપના સમાચારોએ ફેન્સને હચમચાવી દીધા હતા. અલગ થયા બાદ અક્ષયે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેની રવીના સાથે સગાઈ થઈ હતી પરંતુ લગ્ન નહતા થયા. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે બ્રેકઅપ બાદ પણ તેના રવીના સાથે સારા સંબંધ હતા.
એક ઈન્ટરવ્યુમાં રવીનાએ એ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અક્ષયે એક સાથે 3-3 યુવતીઓને પણ ડેટ કર્યું છે. તેણે રવીનાને પણ લગ્નનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં અક્ષયની અફેરની વાતોથી પરેશાન થઈને તેણે આ સંબંધ તોડી નાખ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube