રાજેશ ખન્નાની પુત્રી અને અક્ષયની પત્નીને ડાયરેકટરે કહ્યું તું મંદાકિનીની જેમ પાતળું કપડું લપેટીને ઝરણાં નીચે ઉભી રે...
અક્ષયકુમારના પત્ની પાસે ફિલ્મ ડિરેકટરે કરી દીધી આવી માગ, ત્યારબાદ અભિનેત્રીનો પારો ચડી ગયો આસમાને....
ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'ના બધા ગીતો બ્લોકબસ્ટર સાબિત થયા અને તેમાં પણ ગીત 'તુજે બુલાયે મેરી બાહે'ની અભિનેત્રી રાતોરાત ચમકી ગઈ હતી. ગીતમાં મંદાકિનીએ પાતળી સફેદ સાડી પહેરી હતી અને ઝરણા નીચે ડાન્સ કર્યો હતો. આ ગીત બોલિવુડના એવા ગીતોમાં સામેલ છે કે જેને દર્શકોએ સાંભળીને નહીં પરંતુ જોઈને આનંદ લીધો છે.
વાત 1985ની છે પણ મોટી વાત છે:
અત્યારે ફિલ્મોમાં કિસિંગ સીન હોવા કે બોલ્ડ સીન આપવા સામાન્ય બાબત છે. દરેક બીજી ફિલ્મમાં ઓછા કે વધતા પ્રમાણમાં આ પ્રકારના સીન જોવા મળે છે. પરંતુ વાત જ્યારે 1985ની આવે અને તે સમયે અનેક પરિવારોમાં મહિલાઓને ઉંબરો ઓળંગવાની પરવાનગી ના હોય અને ત્યારે એક ફિલ્મ આવે જેમાં અભિનેત્રી પાતળી સાડી પહેરીને ઝરણા નીચે નૃત્ય કર્યું હોય. વિચારી શકાય કે કેવી પરિસ્થિતિ તે સમય દરમિયાન ઉભી થઈ જશે. ફિલ્મનું નામ 'રામ તેરી ગંગા મૈલી'માં ભગવાન અને ગંગાનું નામ જાણી લોકો એ વિચારીને ફિલ્મ જોવા ગયા કે ફિલ્મ ધાર્મિક હશે પરંતુ સિનેમાઘરમાં મંદાકિનીને જોઈ રીતસરનો હંગામો મચી ગયો હતો.
જ્યારે જાણિતા અભિનેતાની પત્ની પાસે ડિરેકટરે કરી આવી માગ:
અક્ષય કુમારના પત્ની ટ્વીન્કલ ખન્નાએ યુ ટ્યુબ ચેનલ 'ટ્વીક ઈન્ડિયા'માં કિસ્સો જણાવ્યો હતો કે 'એક ડિરેકટરે 'મને રામ તેરી ગંગા મૈલી' ફિલ્મમાં મંદાકિની(Mandakini)એ ઝરણા નીચે ભજવેલા પોપ્યુલર સીનને ફરી ભજવવાનું કહ્યુ હતું પરંતુ ટ્વીન્કલ ખન્નાએ આ કામ માટે ના કહી દીધી હતી. આ ઘટના બાદ ડિરેકટરે ક્યારેય પણ ટ્વીન્કલ ખન્ના સાથે વાત ન કરી અને તેને અન્ય કોઈપણ ફિલ્મમાં સાઈન ન કરી.
ડિરેકટરે ત્યારબાદ અભિનેત્રી પાસે ક્યારેય ન કર્યું કામ:
આ કિસ્સાની વાત કરીએ તો ટ્વીન્કલ ખન્નાએ સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો, અને રેઈન ગીત શૂટ કરવાનું હતું. તે સમયે ડિરેકટર ટ્વીન્કલ ખન્ના પાસે ગુરુ દત્તની નકલ કરતા શાલ ઓઢીને આવ્યા અને તેને કહ્યું કે- જો હું તને મંદાકિનીની જેમ સીન કરવાનું કહું તો તું શું કરીશ?, તો ટ્વીન્કલ ખન્નાએ જવાબ આપ્યો કે 'હું બે કામ કરીશ, એક તો તમને આ કામ માટે ના કહી દઈશ, અને તમે રાજ કપૂર નથી'. આ ઘટના બાદ તે ડિરેકટરે ક્યારેય પણ ટ્વીન્કલ ખન્ના સાથે વાતચીત કરી નહીં અને તેને બીજી કોઈ ફિલ્મમાં સાઈન કરી નહીં. ટ્વીન્કલ ખન્ના માટે આ અનુભવ ઘણો કડવો રહ્યો પરંતુ તેને સ્ટેન્ડ લીધું અને ડિરેકટરને આ પ્રકારનો જવાબ આપ્યો તે સરાહનીય વાત છે.