શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલ જેલના સળિયા પાછળ છે. મહિનાની શરૂઆતમાં એનસીબીએ એક ક્રુઝ પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી આર્યન અને તેના મિત્રો પકડાયા હતા. એનસીબીના જણાવ્યાં મુજબ આર્યન ખાન તેના મિત્રો સાથે ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી કરવાનો હતો. આર્યન ખાનની ધરપકડ બાદ બોલીવુડની અનેક હસ્તીએ શાહરૂખ ખાનને સપોર્ટ જાહેર કર્યો. પરંતુ તેના જ કેટલાક નીકટના ગણાતા મિત્રો આ મામલે હજુ પણ ચૂપ છે. આવો જાણીએ આ યાદીમાં કોનો કોનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમિર ખાન
આમિર ખાન હજુ પણ આ મામલે સંપૂર્ણ રીતે ચૂપ છે. આમ તો આમિર અનેક વખત પોતાનો અભિપ્રાય ખુલ્લેઆમ રજુ કરતો હોય છે પરંતુ આ મુદ્દે તેનું મૌન અકળાવનારું છે. 



અજય દેવગણ
કાજોલના પતિ અને બોલીવુડ અભિનેતા અજય દેવગણે પણ આ મામલે કશું હજુ કહ્યું નથી. અજય દેવગણને લઈને લોકો પણ અનેક પ્રકારના સવાલ કરી રહ્યા છે. 



અક્ષયકુમાર
બોલીવુડ સુપરસ્ટાર્સમાંના એક અક્ષયકુમાર આમ તો સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પરંતુ  આર્યન ખાન કેસમાં તેણે પણ મૌન સાધ્યું છે. 



અનિલ કપૂર
અનિલ કપૂરની ગણતરી ઈન્ડસ્ટ્રીના એવા લોકોમાં થાય છે જે બધાને એક પરિવારની જેમ લઈને ચાલે છે. આર્યન ખાનની ધરપકડ બાદ તેઓ એકદમ ચૂપ છે. 



અનુપમ ખેર
અનુપમ ખેર હંમેશા પોતાની વાત બેબાક રીતે રજુ કરે છે. પરંતુ આ વખતે તેઓ ચૂપ છે. અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેરે જો કે આ મામલે શાહરૂખ ખાનને સપોર્ટ જાહેર કર્યો છે. 



ધર્મેન્દ્ર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મન્દ્રએ પણ શાહરૂખ ખાનના સપોર્ટમાં કશું કહ્યું નથી. ધર્મેન્દ્રની ચૂપકીદી બધાને સતાવી રહી છે. 



જેકી શ્રોફ
આ મામલે જેકી શ્રોફની ચૂપ્પી પણ બધાને અકળાવી રહી છે. જેકીએ એકવાર પણ શાહરૂખ ખાનની ફેવરમાં ટ્વીટ કરી નથી. 



કાજોલ
કાજોલ અને શાહરૂખ ખાનની મિત્રતા જગજાહેર છે. પરંતુ આર્યન ખાનની ધરપકડના કેસમાં તેનું મૌન સમજ બહાર છે. 



સંજય દત્ત
સંજય દત્ત પણ આ મામલે ચૂપ છે અને તેના તરફથી પણ શાહરૂખ ખાનના સપોર્ટમાં કોઈ નિવેદન આવ્યું નથી. 



ટાઈગર શ્રોફ
પપ્પાની જેમ ટાઈગર શ્રોફ પણ આ મામલે એકદમ ચૂપ છે. એક સ્ટાર કિડ હોવાના કારણે લોકો એવી આશા રાખી રહ્યા હતા કે તે અન્ય સ્ટાર કિડને જરૂર સપોર્ટ કરશે.