નવી દિલ્હી: આ તો બધા જાણે છે કે બોલીવુડના વર્તમાન દિલની ધડકન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ સમયે ધર્મા પ્રોડક્શનની મોટા બજેટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને એક લાંબી ફિલ્મ સીરીઝનો પ્રથમ ભાગ કહેવામાં આવી રહ્યો છે. રણબીર અને આલિયા ઉપરાંત ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, નાગાર્જૂન અને ડિમ્પલ કપાડિયા પણ છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પરંતુ લાગી રહ્યું છે કે આ ફિલ્મ બાદ અયાન મુખર્જી નવી ફિલ્મની વધારે રાહ જોવા માંગશે નહીં. કદાચ આ કારણે હાલના સમયમાં તેઓ અને આલિયા એકબીજાને મળી રહ્યા છે. અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફના જણાવ્યા અનુસાર થોડા દિવસોમાં કેટલીક એવી તસવીરો સામે આવી રહી છે જેમાં આલિયા, અયાન અને આમિર ખાન સાથે જોવા મળી રહ્યાં છે. કેમ કે આમિર ખાન પણ તેમની ફિલ્મોમાં એક્ટર્સને લઇ વધારે સમજી વિચારીને નિર્ણય લેનારા લોકોમાંથી છે. એવામાં આમિરની આલિયા અને આયાન સાથે મુલાકાત કરવી ઘણી બધી હિંટ આપી રહી છે. હવે જોવાનું છે કે મિસ્ટર પરફેક્શનિષ્ટ પોતાની નેક્સ્ટ ફિલ્મની જાહેરાત ક્યારે કરે છે.



તમને જણાવી દઇએ કે આલિયા તાજેતરમાં તેના પિતા અને દિગ્ગજ નિર્માતા અને નિર્દેશન મહેશ ભટ્ટની સાથે ‘સડક-2’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ખાસ બનાવે તેવી કોઇ વાત નથી. જેમ કે  આ ફિલ્મ મહેશ ભટ્ટની નાના દીકરી અને ફેમસ એક્ટ્રેસ આલિયા ભટ્ટની સાથે મહેશની પ્રથમ ફિલ્મ હશે. જણાવી દઇએ કે મોટી દીકરી પૂજા ભટ્ટની બોલીવુડમાં એન્ટ્રી તેના પિતાની ફિલ્મથી જ થઇ હતી. ત્યારે ભટ્ટ કેંપમાં જ બનેલી 2013ની સૂપર હિટ ફિલ્મ આશિકી-2નો હિરો આદિત્ય રોય કપૂર માટે પણ સ્પેશિયલ હશે. કેમ કે તેને પણ મહેશ ભટ્ટની સાથે કામ કરવોની તક મળશે. હવે તો આ જોવાનું રહેશે કે સડક 2 ફિલ્મ સડકના પ્રમાણમાં કેટલી હિટ રહે છે. કેમકે મહેશ ભટ્ટના ડાયરેક્ટશનના ફેન અત્યારથી જ આ ફિલ્મને લને એક્સાઇટેડ છે.