નવી દિલ્હી: દિવાળીની ઉજવણી કરતા ગુરુવારે ઘણા બી-ટાઉન સેલેબ્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તહેવારોની શુભેચ્છાઓ શેર કરી છે. જ્યારે આલિયા ભટ્ટે (Alia Bhatt)એ માત્ર પોતાના ફ્રેન્સની સાથે પોતાનો પ્રેમ અને રોશનીની કામના સાથે એવી તસવીર શર કરી જેના કારણે ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે. તેમણે પોતાના બોયફ્રેન્ડ અને અભિનેતા રણવીર કપૂર (Ranbir Singh) ની સાથે તસવીર શેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એથનિક વેયરમાં આલિયા
આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિવાળીની બે પોસ્ટ શેર કરી છે. પ્રથમ પોસ્ટમાં તેણીના વાયોલેટ રંગના કપડામાં ત્રણ તસવીરો હતી, જે ડિઝાઇનર સબ્યસાચીના એટેલિયરમાંથી લેવામાં આવી હતી. તેનું કેપ્શન હતું, 'થોડી રોશની... હેપ્પી દિવાળી.'



રણબીરની બાહોમાં આલિયા
બીજી પોસ્ટમાં આલિયા ભટ્ટ પણ તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે જોવા મળી હતી. તસવીરમાં બંને એકબીજાની આંખોમાં ખોવાઈ જઈને એક બીજાની બાહોમાં નજરે પડી રહ્યા હતા. ક્લિક માટે પોઝ આપતા આ બંને એક ડ્રીમ કપલ જેવા દેખાયા છે. આ તસવીરના કેપ્શનમાં આલિયાએ લખ્યું, 'અને થોડો પ્રેમ.. હેપ્પી દિવાળી.'



આવો છે રણબીરનો લુક
આ અવસર પર રણબીરે નેકલાઇન પર ગોલ્ડન-સિલ્વર એમ્બ્રોઇડરી સાથે ઘેરા વાદળી રંગનો કુર્તો પહેર્યો હતો. આલિયાએ પોસ્ટ શેર કરતા પહેલા રણબીર અને તે દિવાળીના અવસર પર દેવી કાલીના આશીર્વાદ મેળવવા ઉત્તર બોમ્બે સરબોજેનિન દુર્ગા પૂજા સમિતિમાં એક સાથે જોવા મળ્યા હતા. બંનેની સાથે તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના દિગ્દર્શક અને નજીકના મિત્ર અયાન મુખર્જી પણ હતા.


આ ફિલ્મમાં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર ટૂંક સમયમાં લવ રંજનની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ સાથે તે 'બ્રહ્માસ્ત્ર' અને 'શમશેરા'માં પણ જોવા મળશે. આલિયા 'બ્રહ્માસ્ત્ર', 'રોકી અને રાનીની લવસ્ટોરી', 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'ડાર્લિંગ' અને 'RRR'માં પણ જોવા મળશે.