નવી દિલ્હીઃ Alia Bhatt Daughter Name : બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની પુત્રીનું નામ રિવીલ કરી દીધું છે. આલિયા-રણબીરે પોતાના પુત્રીનું નામ રાહા (Raha) રાખ્યું છે. આ નામ દાદી નીતૂ કપૂરે પસંદ કર્યું છે. રણવીર અને આલિયા ભટ્ટે પોતાની નાની પુત્રીનું નામ તો જણાવ્યું સાથે તે નામનો દરેક ભાષામાં અર્થ પણ જણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયા ભટ્ટ દ્વારા શેર કરેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની નાની દીકરીને હાથમાં લઈને જોવા મળી રહ્યાં છે. દીવાલ પર રાહા નામની એક જર્સી જોવા મળી રહી છે. આ તસવીરને પોતાની ઇન્સ્ટા પર પોસ્ટ કરતા આલિયા ભટ્ટે એક સુંદર કેપ્શન લખ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube