Ranbir Kapoor Alia Bhatt Baby: આલિયા ભટ્ટને આજે સવારે રણબીર કપૂર ડિલિવરી માટે હોસ્પિટલ લઈ ગયો હતો. આલિયા ભટ્ટે પોતાના પહેલા બાળકને જન્મ આપી દીધો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. અભિનેત્રીની પ્રસૂતિ એચએન રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી. આજે સવારથી જ આલિયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારથી પરિવાર અને ચાહકો રણબીર આલિયાના પ્રથમ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવામાં લિટલ એન્જલનો જન્મ થતાં જ સોશિયલ મીડિયા પર અભિનંદનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેબી શાવરની તસવીરો થઈ હતી વાયરલ 
હવે દરેક વ્યક્તિ રણબીર આલિયાની બેબી ગર્લની પહેલી તસવીર અને નામની જ રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં આલિયાના બેબી શાવરની વિધિઓ પૂર્ણ થઈ હતી. જેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube