નવી દિલ્હી: આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ફિલ્મ 'કલંક'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ પહેલાં ફિલ્મના ત્રણ ગીત અને ટીઝર સામે આવતાં જ ટોપ ટ્રેંડિંગમાં સ્થાન બનાવી લીધું છે. પરંતુ આ ટ્રેલર એટલું દમદાર છે જેને જોઇને લાગી રહ્યું છે કે પોપ્યુરિલિટીના મામલે બધા રેકોર્ડ તોડવાનું છે. આલિયા ભટ્ટ અને વરૂણ ધવનના પ્રેમ વચ્ચે ધર્મ અને સામાજિક બંધનોવાળી આ કહાણીવાળા આ ટ્રેલરને જોઇને તમારા રૂવાટા ઉભા થઇ જશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ નફરતની આગમાં સળગતા પ્રેમને અનુભવવા માંગો છો તો આ દમદાર ટ્રેલર તમને જરૂર ગમશે. ફિલ્મના ટ્રેલરમાં એક્શન, ઇમોશન ડ્રામાની સાથે 1940-50ના દૌરને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. અહીં જોવા મળતા દરેક એક સીન સીધો તમારા દિલમાં ઉતરી જશે. જુઓ આ ટ્રેલર... 


આ બે મિનિટ 11 સેકન્ડના ટ્રેલરમાં બધા કલાકારોનો રોલ થોડી હદ સુધી સામે આવ્યો છે. આદિત્ય રોપ કપૂરની સાથે નામ માત્રના લગ્નમાં ફસાયેલી આલિયા અને તેમની પહેલી પત્ની સોનાક્ષી સિન્હાની માનસિક સ્થિત, સંજય દત્તનું દમદાર પત્ર, વરૂણ ધવન પોતાના પ્રેમને મેળવવાની દિવાનગી અને માધુરી દીક્ષિતના સંજીદગી ભરેલા ડાયલોગ. ટ્રેલરમાં જોવા મળતી દરેક વસ્તુઓ દમદાર લાગી રહી છે. ફિલ્મમાં કૃણાલ ખેમૂ પણ રોલ ભજવતાં જોવા મળે છે. 



તમને જણાવી દઇએ કે ફિલ્મનું નિર્માણ કરણ જોહર અને સાજિદ નડીયાદવાળા કરી રહ્યા છે. ફિલ્મમાં વરૂણ ધવન 'જફર', આદિત્ય રોય કપૂર 'દેવ ચૌધરી', સંજય દત્ત 'બલરાજ ચૌધરી'ના પાત્રોમાં જોવા મળશે. તો બીજી તરફ આલિયા ભટ્ટ 'રૂપ', સોનાક્ષી સિન્હા 'સત્યા' અને માધુરી દીક્ષિત 'બહાર બેગમ'ના પાત્રમાં જોવા મળશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 1940થી માંડીને 1950ના દૌર પર બનાવવામાં આવી છે. આ કહાણી ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત વર્ષો બાદ એકસાથે જોવા મળશે. આ બંને જોડી 80ના દાયદામાં સુપરહિટ ગણવામાં આવતી હતી પરંતુ ત્યારબાદ બંનેએ વર્ષો સુધી સાથે કામ કર્યું નથી.