નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ કરી રહી છે અને તે ફિલ્મની શૂટિંગ માટે તે બાલમાં બુલગારિયામાં છે. આલિયા ભટ્ટ ફેબ્રુઆરીથી આ ફિલ્મના શૂટિંગમાં વ્યસત છે પરંતુ તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા છે કે આ ફિલ્મના સેટ પર તેને ઇજા પહોંચી છે. જો કે આલિયા ભટ્ટ પોતાની ફિલ્મના એક એક્શન સીનનું શૂટિંગ કરી રહી હતી અને આ દરમિયાન તેને ઇજા પહોંચી છે. આ દરમિયાન તેના ખભા પર ઇજા પહોંચી છે. આલિયા ભટ્ટને ઇજા પહોંચવાની ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર આલિયા ભટ્ટના ખભા પર ઇજા પહોંચી છે અને તેને સ્લિંગ પહેરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ આલિયાને આરામ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ 'બ્રહ્માસ્ત્ર'નું પહેલું શેડ્યૂલ છે અને શૂટિંગનું શેડ્યૂલ પણ ટાઇટ છે. આ દરમિયાન આલિયા સાથે અચાનક થયેલા આ અકસ્માતના લીધે તે શૂટિંગ રોકવું પડ્યું છે. એક સોર્સના જણાવ્યા અનુસાર ફિલ્મ આલિયાને ઇજા પહોંચવાના લીધે આલિયા હાલમાં કોઇ એક્શન સીનનું શૂટિંગ કરી શકશે નહી અને આ કારણે ફિલ્મની કાસ્ટ પણ એ જોઇ રહી છે કે આ સ્થિતિમાં તેમના ક્લોઝ અપ શોટ્સ લેવામાં આવે. 


અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે આ વર્ષે પોતાના બર્થડે બુલગારિયામાં ફિલ્મના સેટ પર જ ઉજવ્યો હતો. આલિયા ભટ્ટની સાથે અહીં રણવીર કપૂરની માતા નીતૂ અને ફિલ્મની ટીમ જોવા મળી હતી. ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ જોવા મળશે. ફિલ્મના ડાયરેક્શન અયાન મુખર્જી કરી રહ્યા છે અને આ ફિલ્મ આગામી વર્ષે 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું પ્રોડક્શન કરણ જોહર કરી રહ્યાં છે.