Alia Bhatt Jigra Film: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ધૂમ મચાવ્યા બાદ આલિયા ભટ્ટ હવે ફિલ્મ 'જીગરા'માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં આલિયા ભટ્ટ પોતાના ખભા પર બેગ લઈને ઊભેલી જોવા મળી રહી છે. આ ફિલ્મને કરણ જોહર, આલિયા ભટ્ટ અને અપૂર્વ મહેતા પ્રોડ્યુસ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Parineeti Chopra નો લહેંગો 2500 કલાકમાં થયો તૈયાર, સોનાના દોરાનો કરાયો છે ઉપયોગ


વર્ષો વીતી ગયા પણ ઓનસ્ક્રીન નથી દેખાઈ આ જોડીઓ, પર્દા પર ક્યારેય નથી દેખાયા સાથે


દિવ્યા ભારતના મોત બાદ ઘટી હતી અજીબોગરીબ ઘટના, 'લાડલા'ના સેટ પર કરાવી પડી હતી પૂજા!



'જીગરા'ના મોશન પોસ્ટરની સાથે આલિયા ભટ્ટની ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આલિયા ભટ્ટ અભિનીત આ ફિલ્મ આવતા વર્ષે 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે. 'જીગરા'ના આ મોશન પોસ્ટરમાં આલિયા ભટ્ટ શર્ટ અને પેન્ટ પહેરીને રસ્તાની વચ્ચે ઉભી જોવા મળે છે. 
 
'જીગરા'નું મોશન પોસ્ટર



આ વિડીયો શેર કરતા અભિનેત્રી આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, "ધર્મા પ્રોડક્શનમાં ડેબ્યુ કરવાથી લઈને તેમની સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં એવું લાગે છે કે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી પાછી આવી છું." સાથે જ તેણે લખ્યું છે કે આ ફિલ્મ વિશે વધુ વિગતો શેર કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.