નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ કોઈ શંકા વગર બોલીવુડની શાનદાર અભિનેત્રી છે જેણે ખુબ ઓછા સમયમાં પોતાના નામે ઘણી શાનદાર ફિલ્મો કરી લીધી છે. આલિયા આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. આલિયાની બે મોટા બજેટની ફિલ્મ રિલીઝ થવાની છે. 'કલંક' અને 'બ્રહ્માસ્ત્ર' આલિયાના ભાગે આવેલી આવી બે ફિલ્મો છે જે તેના ફેન્સના લિસ્ટમાં ટોપ પર છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શાનદાર કામ કર્યા બાદ હવે આલિયાના હાથે હવે સાઉથના હિટ ડાયરેક્ટર એસ રાજામૌલીની ફિલ્મ પણ લાગી ગઈ છે. 


ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતને સમર્થન આપતા ફિલ્મનું નામ અને પોસ્ટર શેર કર્યું છે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર