નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ  Alia Bhatt હાલ ટોપ એક્ટ્રેસમાં સામેલ છે. તેમના ફેન્સને ખૂબ પસંદ કરે છે. એક્ટ્રેસની એક્ટિંગ પણ કમાલની હોય છે. તે પોતાના હુસ્નની સાથે સાથે પોતાની અદાઓથી પણ ફેન્સને દિવાના બનાવી લે છે. એક્ટ્રેસની ક્યૂટનેસ પર પણ લોકો ફીદા છે. હાલમાં આલિયા ભટ્ટના લગ્નની અફવાઓને લઇને ચર્ચામાં છે. આ દરમિયાન એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર છવાયેલા આ વીડિયોમાં એક છોકરી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોવા મળી રહેલી છોકરીને જોઇને તમે એકવાર ચોંકી જશો કારણ કે આ બિલકુલ આલિયા ભટ્ટ જેવી દેખાય છે. 


આલિયા ભટ્ટની કોપી સામે આવી
અવાર નવાર કોઇને કોઇ સેલિબ્રિટીની કોપી સામે આવી જાય છે. હાલ જે સ્ટારની વાત થઇ રહી છે. તે છે આલિયા ભટ્ટ (Alia Bhatt). વીડિયોમાં જોવા મળી રહેલી છોકરી ઇંસ્ટાગ્રામ બ્લોગર છે, જેને ઇંસ્ટાગ્રામ પર 33 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તેમનું એકાઉન્ટ celesti.bairagey નામથી છે. હાલમાં એક્ટ્રેસની કોપીનો ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube