Alia Bhatt: બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન કોફી વિથ કરણની આઠમી સિઝનના લેટેસ્ટ એપિસોડમાં આવ્યા હતા. આ એપિસોડમાં કેટલાક રસપ્રદ ખુલાસા પણ થયા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવને વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ પણ હતી. આ ખાસ એપિસોડમાં આલિયા ભટ્ટ નો એક વિડીયો મેસેજ પણ ચલાવવામાં આવ્યો હતો જેને સાંભળીને સિદ્ધાર્થ અને વરુણ જ નહીં પરંતુ દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે આ વિડીયો મેસેજમાં આલિયા ભટ્ટે સિદ્ધાર્થ મલ્હોત્રાનો તેના પહેલા પ્રેમ માટે આભાર માન્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Animal: રણબીર કપૂર માટે બેડ ન્યુઝ, આ લોકો ફિલ્મ Animal નહીં જોઈ શકે થિયેટરમાં


વિડીયો મેસેજમાં આલિયા ભટ્ટ તેના કો સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન વિશે કેટલીક ખાસ વાતો કરતી જોવા મળે છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા માટે આલિયા ભટ્ટ કહે છે કે સિદ્ધાર્થ સારો સિંગર છે અને તે સ્વસ્થ વ્યક્તિ છે. તે પાર્ટી કરતો નથી પરંતુ પાર્ટી શરૂ કરવા માટે તે સૌથી સારો વ્યક્તિ છે. તે દિલથી પંજાબી છે અને તે જાણે છે કે કયા લોકો સાથે આગળ વધવું. આલિયા ભટ્ટે મસ્તી કરતા એવું પણ કહી દીધું કે તે એવો વ્યક્તિ છે જે પોતાના જ જન્મદિવસની પાર્ટીમાં સુઈ જાય છે.


આ પણ વાંચો: સાજીદ ખાનની આ 2 ફિલ્મ જોઈ દર્શકોએ પણ પકડી લીધું માથું, ફિલ્મ મેકર્સે ગુમાવ્યા કરોડો


વરૂણ ધવન વિશે આલિયા ભટ્ટ કહે છે કે વરુણ ધવન કેમેરા સામે સૌથી મસ્તીખોર વ્યક્તિ છે. પરંતુ સિદ્ધાર્થ મલ્હોત્રા મસ્તીની બાબતમાં વરુણ ધવન કરતાં પણ આગળ છે. વીડિયોમાં આલિયા ભટ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રાનો ખાસ કારણથી આભાર પણ માને છે. આલિયા ભટ્ટ કહે છે કે તે સિદ્ધાર્થ મલ્હોત્રાની આભારી છે કારણ કે તેણે જ તેને તેના જીવનનો પહેલો પ્રેમ આપ્યો છે... જે એડવર્ડ છે. એડવર્ડ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આલિયા ભટ્ટને ગિફ્ટ કરેલી એક બિલાડી છે. 


આ પણ વાંચો: કાર્તિક અને કરણ વચ્ચેની વોરનો આવ્યો અંત, કાર્તિકના બર્થ ડે પર કરણ જોહરે કરી જાહેરાત


આલિયા ભટ્ટ વિડીયો મેસેજમાં એવું પણ કરે છે કે એ વાતથી જીવનમાં કોઈ ફરક નથી પડતો કે તેઓ જીવનમાં આજે ક્યાં છે પરંતુ જ્યારે પણ તે ત્રણ એકબીજાને મળશે તો તેઓ એકબીજા સાથે પ્રસાર કરેલા સમયને લઈને ગર્વ અનુભવ કરશે. 


જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને ત્યાર પછી એકબીજાને ઘણા સમય સુધી ડેટ કરી રહ્યા હતા. પરંતુ થોડા સમયમાં બંને અલગ થઈ ગયા. જોકે બ્રેકઅપ પછી બંને કપૂર એન્ડ સન્સ નામની ફિલ્મમાં સાથે કામ પણ કર્યું. ત્યાર પછી આલિયા ભટ્ટે વર્ષ 2022 માં રણબીર કપૂર સાથે અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી સાથે લગ્ન કરી લીધા.