નવી દિલ્લીઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વાતો ચર્ચાઈ રહી છે.. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરે છે. બંનેના લગ્નમાં હવે થોડા જ દિવસો બાકી છે. જો કે કપલે તેમના લગ્ન વિશે મૌન સેવ્યું છે, પરંતુ તેમના લગ્નની તારીખથી લઈને સ્થળ સુધીની માહિતી સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયા-રણબીર લવ સ્ટોરી-
રણબીર કપૂર શરૂઆતથી જ આલિયા ભટ્ટનો ક્રશ છે અને તેણે કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. આલિયા તેની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ના પ્રમોશન માટે શોમાં ગઈ હતી. શોમાં કરણ જોહરે તેને પૂછ્યું કે, 'તમારા લગ્નના સ્વયંવરમાં તમે કયા ત્રણ કલાકારોને જોવા માંગો છો'. આના પર આલિયાએ સૌથી પહેલા રણબીર કપૂરનું નામ લીધું. જે બાદ સલમાન ખાન અને આદિત્ય રોય કપૂરનું નામ લીધું હતું.


આલિયાનું સપનું સાકાર-
કરણ જોહરે આલિયાને પૂછ્યું..કે તે કોની સાથે ઈન્ટીમેટ સીન કરવા ઈચ્છે છે અને કોની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. ત્યારે પણ આલિયાએ ણબીર કપૂરનું નામ લીધું હતું. જો કે લગ્નનો મુદ્દો હવે વાસ્તવિકતામાં પલટવા જઈ રહ્યો છે.


આલિયા-રણબીરની પહેલી મુલાકાત-
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લવ સ્ટોરી સંજય લીલા ભણસાલીના સેટ પર બની હતી. આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે રણબીરને પહેલી વખત વર્ષ 2005માં જોયો હતો... અને 'ત્યારબાદ મને પહેલીવાર રણબીર પર ક્રશ થઈ ગયો હતો.' જ્યારે હું સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બ્લેક' માટે ઓડિશન આપી રહી હતી ત્યારે રણબીર ત્યાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો.


આ રીતે અફેરની ચર્ચાઓ શરૂ થઈ-
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે બંનેએ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સાઈન કરી.. આલિયા અને રણબીર સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં પહેલીવાર એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા... આ પછી આલિયા ઘણીવાર રણબીર કપૂરના પરિવાર સાથે જોવા મળી હતી. આલિયા ધીમે-ધીમે કપૂર પરિવારની ફેવરિટ બની ગઈ અને હવે પરિવારમાં સામેલ થશે.


ક્યારે કરશે લગ્ન?
આલિયા ભટ્ટના કાકા રોબિન ભટ્ટે લગ્નની તારીખ નક્કી કરી છે. IndiaToday.in સાથેની વાતચીતમાં રોબિન ભટ્ટે લગ્નની તારીખનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આલિયા અને રણબીરના લગ્નનનું ફંક્શન ચાર દિવસ ચાલશે. બંને 14મી એપ્રિલે સાત ફેરા લેશે અને 13મી એપ્રિલે મહેંદી સેરેમની યોજાશે. લગ્નની વિધિ આરકે હાઉસમાં થશે.