મુંબઈઃ ફરી એકવાર યુવા દિલોની ધડકન આલિયા ચર્ચામાં આવી છે. આ વખતે કારણ પણ કંઈક જુદું છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટને 2 ઓક્ટોબરના રોજ ટાઇમ 100 ઇમ્પેક્ટ અવૉર્ડ મળ્યો હતો. આ ઇવેન્ટ સિંગાપોરમાં આયોજીત કરવામાં આવી હતી. આલિયા જ્યારે સંબોધન કરી રહી હતી ત્યારે આલિયાએ એવું કંઈક કહ્યું જેને કારણે તેણે સ્ત્રોતાઓ અને ચાહકોના દિલ જીતી લીધાં. સ્પીચમાં આલિયાએ પોતાના પેટમાં બાળક હતું તે સમયની એક અજુક્તી વાત બધાની સામે કરી. આલિયા ભટ્ટે કહ્યુંકે, હું જ્યારે સ્પીચ આપતી હોવ છું ત્યારે મારું બાળક મારું બેબી સતત મને કિક મારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયા ભટ્ટ હાલ યુવા દિલો પર રાજ કરે છે. પણ તેણે જ્યારે બોલીવુડમાં પગ મુક્યો ત્યારે શું સ્થિતિ હતી તેના વિશે પણ એણે વાત કરી. આલિયાએ પોતાની સ્પીચમાં જણાવ્યુંકે, 'જ્યારે મેં 10 વર્ષ પહેલાં કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે હું વિચારતી હતી કે કેવી રીતે એક દિવસ હું આ દુનિયા પર રાજ કરીશ. હું વિચારતી હતી કે દરેક લોકોને ખબર પડે કે હું કોણ છું અને હું કેટલી હાર્ડ વર્કિંગ, ટેલેન્ટેડ તથા ઇન્ટેલિજન્ટ છું. હું પર્ફેક્ટ બનવા માગતી હતી અને ઈચ્છતી હતી કે આ વાત દુનિયાને ખબર પડે.' આ દરમિયાન આલિયાએ સ્વીકાર કર્યો હતો કે તેને ખ્યાલ નથી કે તેણે જે પણ કર્યું તે કેવી રીતે કર્યું.


એટલું જ નહીં આલિયાએ એ પણ કહ્યુંકે, આજે હું તમને મારી કેટલીક ખાસિયત અને કેટલીક ખામીઓ વિશે પણ વાત કરીશ. હું સ્પેલિંગની બાબતમાં ખુબ જ નબળી છું. સાચે જ મને આજે પણ એ વસ્તુ નથી ખ્યાલ આવતી. પરંતુ મને એ સારી રીતે ખબર છે કે સેન્સિટિવ લોકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. મને જિયોગ્રાફીમાં કંઈ જ ખબર પડતી નથી અને તેમાં હું ઝીરો છું. મને ડિરેક્શન અંગે પણ ખાસ ખ્યાલ નથી.'


આલિયાએ સ્વીકર્યું કે મારું જનરલ નોલેજ નબળું છે:
આલિયાએ આગળ કહ્યું હતું, 'મારા મનમાં તમામ સંસ્કૃતિઓ પ્રત્યે આદર છે. મારું જનરલ નોલેજ કેવું છે તે તો આખી દુનિયા જાણે છે, પરંતુ મારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઘણી જ સ્ટ્રોંગ છે અને તે મેળવવા મેં ઘણી જ મહેનત કરી છે. હું મારા વજન તથા અપીયરન્સ અંગે ઘણી જ સ્ટ્રિક્ટ છું, પરંતુ મેં ક્યારેય ફ્રેન્ચ ફ્રાય ખાવાની ના પાડી નથી, કારણ કે આપણે એક જ વાર જીવીએ છીએ.'


' મારી સ્પીચ ચાલુ હતી ત્યારે બેબીએ મને પેટમાં લાત મારી'
આલિયાએ પતિ રણબીરનો આભાર માનતા કહ્યું હતું, 'મારી વાત શાંતિથી સાંભળવા બદલ તમામનો આભાર. સતત મારી સાથે રહેવા બદલ મારી ટીમનો આભાર. મારા પપ્પા મહેશ ભટ્ટ, મમ્મી સોની રાઝદાન, બહેન શાહીન તથા પતિ રણબીરનો પણ આભાર.' આલિયાએ છેલ્લે પોતાના બાળક અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'અને છેલ્લે જ્યાં સુધી ઇમ્પેક્ટની વાત છે તો મને આશા છે કે શક્ય હશે ત્યાં સુધી હું આગળ પણ ચાલુ રાખીશ, પરંતુ હાલ તો આજની રાત્રે આ અવૉર્ડે મારા અને મારા બળાક પર ઘણી જ અસર કરી છે. તેણે આખી સ્પીચ દરમિયાન મને પેટમાં લાત મારી હતી. તમારા તમામનો ખૂબ ખૂબ આભાર.'