નવી દિલ્હી: બોલિવૂડના લવ બડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાના સંબંધનો અધિકૃત રીતે સ્વીકાર કરી લીધો છે. આલિયા અને રણબીર છાશવારે આઉટીંગ માટે સાથે જોવા મળે છે. એવા અહેવાલો છે કે આલિયા આ સંબંધને લઈને ખુબ સિરિયસ છે અને તેણે તેને લોંગ લાઈફ બનાવવા માટે કેટલુંક પ્લાનિંગ પણ કર્યું છે. આ સાથે જ આલિયાનું માનવું છે કે તે રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફે કરી હતી તેવી ભૂલ પોતાના સંબંધમાં દોહરાવશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના હવાલે ડેક્કન ક્રોનિકલમાં છપાયેલા એક અહેવાલ મુજબ આલિયાએ પ્લાન બનાવ્યો છે કે તે પોતાનો વધુમાં વધુ સમય રણબીર સાથે સ્પેન્ડ કરવા માંગે છે. આ માટે તે કઈં પણ કરવા તૈયાર છે. આવું જ કઈંક કેટરીના કૈફ સાથે થયું હતું. જ્યારે તે રણબીર સાથે રીલેશનમાં હતી. આલિયા કેટરિના જેવી ભૂલ કરવા દોહરાવવા માંગતી નથી. કેટરીના આજે પોતાની ભૂલનું પરિણામ ભોગવી રહી છે. 


અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા ધ ટેલિગ્રાફ સાથે વાત કરતા આલિયા ભટ્ટના ફાધર અને ડાઈરેક્ટર મહેશ ભટ્ટે  કહ્યું હતું કે તે બંને પ્રેમમાં છે તે સાચું છે. પરંતુ તેમાં કન્ફર્મ કરવા જેવું કઈ નથી. 


થોડા દિવસ પહેલા વોગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કેટરીનાએ કહ્યું હતું કે બ્રેકઅપ થવાના કારણે તેની જીંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. હવે તે પોતાના માટે વધુ વિચારે છે અને લાઈફને સારી બનાવવા માટે જે કરવાનું છે તે કરી શકે છે. તેનું બ્રેકઅપ થવું એ તેના માટે વરદાનથી ઓછુ નથી. કેટરીનાએ કહ્યું કે સિંગલ રહીને તે લાઈફને એન્જોય કરી રહી છે. 


કેટરીના અને રણબીરનો સંબંધ છ વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યારબાદ અચાનક બંને અલગ થઈ ગયાં. કેટરીના છેલ્લા બે વર્ષથી સિંગલ છે અને રણબીર કપૂર હાલ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે.