નવી દિલ્હી: બોલીવુડની એક જાણિતી હસ્તી વ્યવસાયની દુનિયા સાથે જોડાવવા જઇ રહી છે અને તે બીજું કોઇ નહી પરંતુ દિગ્ગજ અભિનેત્રી આલિયા ભટ્ટ  (Alia Bhatt) છે. યુવા સુપરસ્ટારે ઓમની ચેનલ લાઇફસ્ટાઇલ રિટેલર નાઇકામાં રોકાણ કર્યું છે. જોકે રોકાણ રાશિનો ખુલાસો કરવામાં આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયા ભટ્ટનો નવો પ્લાન
નાઇકાની સંસ્થાપક અને સીઇઓ ફાલ્ગુની નાયરે તેના પર કહ્યું કે 'વર્ષ 2012માં આલિયા અને નાઇકા બંને કેવી રીતે લોન્ચ થયા હતા, તેના વિશે મારી અને આલિયા વચ્ચે એક રસપ્રદ વાતચીત થઇ. તેમણે કહ્યું કે તે ત્રણ કારણોથી નાઇકામાં રોકાણ કરવા માંગે છે. પહેલું કારણ એ છે કે તેના મૂળિયા ભારતીય છે, બીજું એ છે કે એક મહિલા દ્રારા સ્થાપિત છે અને ત્રીજું એ છે કે નાઇકા આ વાતનો પુરાવો છે કે તે ભારત અને દુનિયાની સૌથી સારી પ્રોડક્ટ બની શકે છે. મને તેમના સ્પષ્ટ વિચારથી પ્રેમ થઇ ગયો અને સાથે જ મને તે ઉત્સુક મનની ઝલક પણ મળી, જેના લીધે તેમને ફોર્બ્સ 30 અંડર 30ની યાદીમાં રાખવામાં આવ્યું છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube