Heart of Stone: બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને હોલીવુડની સુપર સ્ટાર ગૈલ ગેડોટની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર નેટફ્લિક્સના ટુડુમ 2023 ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર 18 જુને રાત્રે 2:00 વાગ્યા આસપાસ આ ટ્રેલર રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે અભિનેત્રી આલિયા ભટ્ટ પણ બ્રાઝિલ પહોંચી ગઈ છે. ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આદિપુરુષ ફિલ્મ વિવાદ, રાવણે બ્રહ્માજી પાસે માંગ્યું એવું વરદાન કે લોકોને ચઢી ખીજ...


આદિપુરુષ ફિલ્મ ફરી વિવાદમાં, ડાયલોગ્સ સાંભળી ભડક્યા લોકો, ફિલ્મ વિરુદ્ધ થઈ અરજી


Adipurush ફિલ્મ જોવાનો પ્લાન છે? તો જાણી લો આ વાત નહીં તો ખર્ચો કર્યા પછી થશે અફસોસ


નેટફિક્સ તેના ઓફિસિયલ ઈસ્ટાગ્રામ પેજ પર હાર્ટ ઓફ સ્ટોન ફિલ્મને લઈને અપડેટ શેર કર્યું છે. આ ફિલ્મનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે જેમાં ગેલ ખૂબ જ ઇન્ટેન્સ લૂકમાં જોવા મળે છે. સાથે જ ફિલ્મના પોસ્ટરમાં રિલીઝ ડેટની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ફિલ્મ્સ નેટફ્લિસ પર 11 ઓગસ્ટ 2023 થી ઉપલબ્ધ હશે. 




આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન કરી હતી ફિલ્મની શૂટિંગ


આલિયા ભટ્ટ જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેણે આ ફિલ્મના કેટલાક એક્શન સીન શૂટ કર્યા હતા. તેણે કહ્યું હતું કે આ તેના માટે ખાસ એક્સપિરિયન્સ હતો. પહેલીવાર હતું જ્યારે તે કોઈ એક્શન ફિલ્મ શૂટ કરી રહી હોય. સાથે જ તે ગર્ભવતી પણ હતી. પરંતુ તેના માટે બધી જ વસ્તુઓને આરામદાયક અને સરળ બનાવવામાં આવી. આ વાતને તે ક્યારેય ભૂલી નહીં શકે.



આલિયા અને રણબીરની ફિલ્મની થશે ટક્કર


આલિયા ભટ્ટ ની પહેલી હોલીવુડ ફિલ્મ હાર્ટ સ્ટોન નેટફિક્સ પર 11 ઓગસ્ટે રીલીઝ થશે. આજ દિવસે તેના પતિ રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ પણ સિનેમા ઘરમાં રિલીઝ થશે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ એક્શન ફિલ્મ છે.