નવી દિલ્હી: સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન (Allu Arjun) અને પૂજા હેગડે (Pooja Hegde)ની ફિલ્મ 'આલ્હા વૈકુંઠપ્રેમુલુ (Ala Vaikunthapurramuloo)' શનિવારે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી રહી છે કે તેણે પહેલાં જ દિવસે 'બાહુબલી (Baahubali)'ના રેકોર્ડ ચકનાચૂર કરી દીધો છે. જી હાં! બોક્સ ઓફિસ રિપોર્ટનું માનીએ તો હવે આ ફિલ્મ સૌથી મોટી ઇન્ડીયન ઓપનર બની ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મે ઘરેલુ બજાર ઉપરાંત USA બોક્સ ઓફિસ પર જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. આ પારિવારિક ફિલ્મે સંયુક્ત રાજ્ય અમેરિકામાં 'બાહુબલી'ના રેકોર્ડ તોડતાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર ફિલ્મના પ્રીમિયરના 60,000થી વધુ ટિકીટ વેચવામાં આવી હતી. જોકે ફિલ્મ માટે સકારાત્મક સમીક્ષા કરવામાં આવી રહી છે, અમે આશા કરી રહ્યા છીએ કે બોક્સ ઓફિસ પર પોતાના વર્ચસ્વ યથાવત 'આલ્હા વૈકુંઠપ્રેમુલુ (Ala Vaikunthapurramuloo)'  રાખશે. 


અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફ ડોટ કોમના અનુસાર તાજેતરમાં જ એક વાતચીતમાં જ્યારે અલ્લૂ અર્જુનને પૂછવામાં આવ્યું કે 'આલ્હા વૈકુંઠપ્રેમુલુ (Ala Vaikunthapurramuloo)'માં ઘણા બોલીવુડના જાણીતા ચહેરા છે જેમ કે તબ્બૂ અને પૂજા હેગડે, સાથે જ અરમાન મલિક અને શ્રેયા ઘોષાલના ગીત. શું આ બોલીવુડની નજીક આવવાની રીત છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube