Gadar 2 Teaser: 22 વર્ષ પછી પાકિસ્તાનનો જમાઈ બનીને તારા સિંહ પરત ફર્યો છે. પરંતુ આ વખતે વધારે જુસ્સા સાથે તારા સિંહે પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો છે. જેનાથી પાકિસ્તાનમાં ખડભડાટ મચી જશે. ગદર ટુનું એક ટીઝર અમીશા પટેલે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે જેને જોઈને આ વાત ખબર પડી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કંગનાએ ફરી પોતાની પોસ્ટથી મચાવ્યો ખળભળાટ, રણબીરને કહ્યો દુર્યોધન, કરણ જોહરને શકુની


11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ


એક્શન અને ડ્રામાથી ભરપુર 'Animal'નું Pre-Teaser થયુ રીલીઝ


ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર દમદાર ડાયલોગ અને એક્શનથી ભરપૂર છે. ખાસ કરીને લોકોને એક ડાયલોગ ખૂબ જ પસંદ પડ્યો છે જેમાં તારા સિંહ માટે કહેવાયું છે કે, "તે પાકિસ્તાનનો જમાઈ છે, તેને તિલક કરી નાળિયેર આપો. નહીં તો આ વખતે તે દહેજમાં લાહોરને લઈ જશે... " આ ડાયલોગ બાદ સની દેઓલની એન્ટ્રી થાય છે.



ગદર 2 ફિલ્મ અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના મુખ્ય કલાકારો સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. આ ઉત્કર્ષ એ જ છે જેણે ગદરમાં તારા સિંહ અને સકીનાના દીકરાનો રોલ કર્યો હતો.