મુંબઈ: આયુષ્યમાન ખુરાના અને જિતેન્દ્રકુમાર સ્ટારર રોમેન્ટિક ગે કોમેડી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' શુક્રવારે રિલીઝ થઈ. ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સાથે જ ફિલ્મ પોતાના સંવેદનશીલ વિષયના કારણે ઈન્ટરનેશનલ લેવલે પણ ચર્ચાનો વિષય બની રહી છે. ભારતના પ્રવાસે આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફિલ્મને નોટિસ કરીને તેના વખાણ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં બ્રિટિશ એક્ટિવિસ્ટ પીટર ગેરી ટેચેલે શુભ મંગલ જ્યારે સાવધાન સંબંધિત એક ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું કે 'બોલિવૂડની એક રોમેન્ટિક કોમેડી રિલીઝ થઈ છે. ભારતમાં સમલૈંગિકતાને કાયદેસર કર્યા બાદ હવે આ ફિલ્મ દ્વારા દેશના વડીલ લોકોને સમલૈંગિકતા પ્રત્યે જાગરૂક અને જીતવાની કોશિશ કરાઈ રહી છે. વાહ.'


પીટરની આ ટ્વીરને ટ્રમ્પે પણ રિટ્વીટ કરી અને એક શબ્દમાં તેને ગ્રેટ કહી નાખી. ત્યારબાદ પીટરે પણ ટ્રમ્પની ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું કે આશા રાખુ છું કે આ પ્રેસિડન્ટ ટ્રમ્પના એલજીબીટીના મુદ્દાને ગંભીરતાથી લેવાની શરૂઆત છે અને આશા છે કે આ કોઈ પીઆર સ્ટન્ટ નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube