Aamir Khan Apology: `આપણે બધા માણસ છીએ, આપણાથી ભૂલ થઈ જાય છે`, પહેલા માફી માંગી પછી ડિલીટ કર્યો Video
Aamir Khan Apology: આમિર ખાનની મુસીબતો ઓછી થવાનું નામ લેતી નથી. જે ફિલ્મને લઈને અભિનેતા ખુબ જ એક્સાઈટેડ હતા તે ફિલ્મ પડદા પર ખરાબ રીતે પીટાઈ ગઈ. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ હવે અભિનેતા એકદમ ગાયબ થઈ ગયા છે. પરંતુ આ ફિલ્મના ફ્લોપ જવાથી તેઓ કેટલા દુ:ખી છે તે વાત કોઈનાથી છૂપાયેલી નથી. અનેક મીડિયા રિપોર્ટ્સમાં તો એ પણ દાવો થઈ રહ્યો છે કે તેમણે ફિલ્મ માટે ફી લેવાની પણ ના પાડી દીધી છે જેથી કરીને મેકર્સના ખિસ્સા પર વધુ ભાર ન પડે. આ નિર્ણય બાદ હવે આમિર ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને એવું લાગે છે કે તેઓ માફી માંગવા ઈચ્છે છે.

આમિર ખાનની ફિલ્મનો બોયકોટ થયો
આમિર ખાનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લોકોએ સંપૂર્ણ રીતે નકારી નાખી. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ #boycottlalsinghchaddha ની અસર એ થઈ કે સિનેમા હોલ સંપૂર્ણ રીતે ખાલી હતા. બોક્સ ઓફિસ કલેક્શનથી ફિલ્મનો ખર્ચો પણ ન નીકળ્યો. જો કે ફિલ્મ રિલીઝ થતા પહેલા આમિર ખાને ફેન્સને હાથ જોડીને માફી માંગી હતી કે તેમની ફિલ્મનો બોયકોટ ન કરે. જો જાણે અજાણે તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેઓ માફી માંગે છે. તેમનો લોકોને દુખી કરવાનો બિલકુલ ઈરાદો નહતો. પરંતુ લોકોએ તેમની એક વાત ન સાંભળી. બધાએ મળીને તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે ફિલ્મ જોવાની ના પાડી દીધી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube