Amitabh Bachchan ને Corona Vaccine એ અપાવી પલ્સ પોલિયો અભિયાનની યાદ, વ્યક્ત કરી આવી આશા
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ આશા વ્યક્ત કરી કે પોલિયોની જેમ દેશમાંથી કોરોના વાયરસ (Corona Virus) પણ ખતમ થઈ જશે
નવી દિલ્લીઃ ભારતમાં શનિવારે દુનિયાના સૌથી મોટા કોરોના વાયરસ રસીકરણ (Corona Vaccine) અભિયાન શરૂ થવા પર દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ કહ્યુંકે, આશા છેકે, દેશ કોવિડ-19થી મુક્ત થઈ જશે.
ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI) એ આ મહિનાની શરૂઆતમાં સીરમ સંસ્થાન દ્વારા તૈયાર ઓક્સફોર્ડ ના કોવિડ-19 કોવિડશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી રસી કોવૈક્સીન ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ ગઈ છે. ત્યાર બાદ રસીકરણ અભિયાનનો માર્ગ મોકળો થઈ ગયો છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને રવિવારે કહ્યું કે ભારતની જનતા પોલિયોની જેમ કોરોના વાયરસને પણ જડમુડથી ઉખાડીને ફેંકી દેશે.
પલ્સ પોલિયો અભિયાનનો ચેહરો હતા અમિતાભ
ભારતમાં પોલિયો અભિયાન માટે યુનિસેફના સદભાવના દૂત રહી ચૂકેલાં અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યુંકે, જ્યારે ભારત પોલિયો મુક્ત થયો તે અમારા માટે ગૌરવશાળી ક્ષણ હતી. એવી જ ગર્વની ક્ષણ એ હશે જ્યારે ભારત કોવિડ-19થી મુક્ત થવામાં સફળતા મેળવશે. જય હિંદ.
મહાનાયકને થયો હતો કોરોના
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ગત વર્ષે જુલાઈમાં પોતે પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જેના બે સપ્તાહ બાદ તેઓ કોરોનાના સંક્રમણમાંથી બહાર આવવામાં સફળ રહ્યાં હતાં. દેશમાં મહામારી ફેલાયા બાદ થી જ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત કોરોના વિશે લખને લોકોને જાગૃત કરતા રહે છે.