નવી દિલ્હીઃ 'બાહુબલી'ની સાથે સિનેમાઘરોમાં ધમાલ મચાવ્યા બાદ હવે સાઉથની વધુ એક મલ્ટીસ્ટારર ફિલ્મ સિનેમાઘરોમાં ધમાલ મચાવવા તૈયાર છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવી સ્ટારર 'સેરા નરસિંહા રેડ્ડી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મની ઝલક શાનદાર લાગી રહી છે. આ ફિલ્મમાં ચિરંજીવી સિવા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, ભોજપુરી સિનેમાનો રવિકિશન પણ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેણે અંગ્રેજો વિરુદ્ધ સૌથી પહેલા જંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિંહા રેડ્ડીના ગુરૂની ભૂમિકામાં જોવા મળશે. સિરીઝ થયેલા આ ટીઝરમાં ફિલ્મના મહત્વના પાત્રોની ઝલક દેખાડવામાં આવી છે. ચિરંજીવી, નરસિંહા રેડ્ડીની ભૂમિકામાં દમદાર લાગી રહ્યો છે. જુઓ આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર- 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર