Amitabh seeks apology : તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું તો શું થયું કે અમિતાભ બચ્ચનને માફી માંગવી પડી. અમિતાભ બચ્ચને હાલમાં જ સ્વચ્છતા અભિયાન પર એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેઓ મરાઠીમાં વાત કરતા જોવા મળ્યા હતા. પરંતું તેમનાથી એક શબ્દનો ઉચ્ચારણ ખોટો થઈ ગયો હતો. તેના બાદ જ્યારે તેમને પોતાની ભૂલ ખબર પડી તો તેમણે નવો વીડિયો શેર કર્યો. તેમણે પોતાની ભૂલ પર માફી માંગી અને ભૂલ સુધારવાની વાત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ અમિતાભ બચ્ચનને ચાહકોને સ્વચ્છતા જાગૃતત માટે એક વીડિયો શેર કર્યો હતો. જ્યાં ફેન્સને સ્વચ્છતાને લઈને સંદેશ આપ્યો હતો. પરંતું આ વીડિયોમાં તેમણે કચરા શબ્દનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. મરાઠીમાં આ શબ્દનું ઉચ્ચારણ ખોટું થઈ ગયું હતું. 


 



 


અમિતાભ બચ્ચને માંગી માફી
તેમના મિત્ર સુદેશ ભોંસલેએ બિગબીને તેમના શબ્દના ખોટા ઉચ્ચારણ વિશે જાણ કરી હતી. જેમ તેમને આ વિશે ખબર પડી તો તેમણે પોતાની ભૂલ સુધારી લીધી. નવા વીડિયો શેર કરતા બિગબીએ કહ્યું કે, મને મારા એક મિત્રએ જણાવ્યું કે, મેં કચરા શબ્દનો મરાઠીમાં ખોટું ઉચ્ચારણ કર્યુ હતું. તેથી મેં ફરીથી તેનો વીડિયો બનાવ્યો છે. હું મારી ભૂલ સુધારી રહ્યો છું. 


 



 


ચાહકો અમિતાભ બચ્ચનની સ્ટાઈલના દીવાના છે
અમિતાભ બચ્ચનની આ સ્ટાઇલ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. ચાહકોએ કહ્યું કે આ ફક્ત બિગ બી જ કરી શકે છે. જે દરેક નાની-નાની વાતનું આટલું ધ્યાન રાખે છે. જો કોઈ ભૂલ થાય, તો તેને તરત જ સુધારી લેવામાં આવે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે કલ્કી ફિલ્મમાં જોવા મળ્યો હતો.
 
અમિતાભ બચ્ચને બધાને ઢાંકી દીધા
કલ્કીએ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો હતો. અમિતાભ બચ્ચન ઉપરાંત પ્રભાસ, કમલ હાસન અને દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ અમિતાભ બચ્ચનના એક્શન અને કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.