નવી દિલ્લીઃ સદીના મહાનાયકનો આજે જન્મદિવસ છે. 11 ઓક્ટોબર 2022 ના રોજ અમિતાભ બચ્ચન 80 વર્ષના થઈ ગયાં છે. અમિતાભ બચ્ચન એક એવા અભિનેતા છે જે કદાચ દરેક દશકમાં દરેક ઉંમરના લોકોના પ્રિય રહ્યાં હોય. બાળકો હોય કે, ટીન એજર્સ, યુવા હોય કે પછી વડીલો સૌ કોઈ અમિતાભના ચાહક છે. બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની આમ તો દરેક ફિલ્મે સફળતાનો નવો ઈતિહાસ રચ્યો છે. પરંતુ તેમની કેટલીક ફિલ્મોએ જે રેકોર્ડ બનાવ્યો છે, જે અનોખા છે. આ ફિલ્મોમાં બિગબીએ બોલિવુડમાં જે સ્થાપિત કર્યું છે, તેમાં તેની એન્ગ્રી યંગ મેનની છબી વધુ મજબૂત થઈ છે. આ ફિલ્મ હતી દીવાર. 1975માં બેસ્ટ ફિલ્મના સન્માનની સાથે દીવારને 6 ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. દીવાર ફિલ્મ તે સમયે કમાણીના મામલામાં ચોથા સ્થાન પર હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને શશી કપૂર ઉપરાતં નિરુપા રોયના રોલને પણ બહુ જ વખાણ મળ્યા હતા. પરંતુ ફિલ્મમાં પરવીન બોબીના રોલને પણ વખાણવામાં આવ્યો હતો. આ ઉપરાંત નીતુ સિંહ અને શશી કપૂરની જોડી પણ મસ્ત બની હતી. મદન પુરી અને ઈખ્તેખારનું કામ પણ કાબિલેતારીફ હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube