નવી દિલ્લીઃ પ્રખ્યાત સંગીતકાર યુગલ શિવ-હરિની જોડી વિશે બધા જાણે છે. શિવ-હરિએ એકથી એક મશહૂર ગીતો આપ્યા..શિવ-હરીએ અમિતાભ બચ્ચનને ફિલ્મ 'સિલસિલા'નું ગીત કેવી રીતે ગવડાવ્યું તેની પાછળ એક રસપ્રદ કહાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


મશહૂર સંગીતકાર પંડિત શિવકુમાર શર્માનું મંગળવારે 84 વર્ષની વયે અવસાન થયું. તેમણે 80 અને 90ના દાયકામાં યશ ચોપરાની ફિલ્મો માટે સંગીત આપ્યું, જેમાં 'સિલસિલા', 'ચાંદની', 'ડર' અને 'લમ્હે' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોના નામ સામેલ છે.  આ એ સમયની વાત છે જેમાં શાસ્ત્રીય સંગીતકારોને હિન્દી ફિલ્મોમાં બહુ તક મળતી ન હતી. એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા શિવકુમાર શર્માએ કહ્યું, 'એ સમયે મારી ઘણી બધી ટીકા થઈ હતી.. જો કે એ સમયે લોકો કહેતા હતા કે કેમશાસ્ત્રીય સંગીતકારોને ફિલ્મો માટે સંગીત આપવાનું કહેવાય છે. 


આ રીતે બચ્ચન પાસે ગવડાવ્યું ગીત-
શિવકુમાર શર્માએ Rediff.com સાથેના તેમના ઇન્ટરવ્યુમાં, જણાવ્યું કે કેવી રીતે તેમણે અમિતાભ બચ્ચનને 'રંગ બરસે', 'નીલા આસમ સો ગયા' અને 'યે કહાં આ ગયે હમ' જેવા ગીતો ગાવા માટે પ્રેરિત કર્યા.. તેમણે કહ્યું કે યશજીને 'સિલસિલા'નું એક હોરી ગીત જોઈતું હતું. આવી સ્થિતિમાં હરિપ્રસાદે કહ્યું, અમિતાભ બચ્ચન અલ્હાબાદના છે, અને આ ગીત તેમની પાસે ગવડાવી લઈએ..


હરિવંશરાય બચ્ચને તેમના પુત્ર માટે એક ગીત લખ્યું-
હરિવંશરાય એ સમયે બોમ્બેમાં હતા. જો કે તેમને ગીત લખવા માટે વિનંતી કરાઈ ત્યારે તેમણે એક કલાકમાં જ ગીત લખ્યું..બિગ બી (અમિતાભ બચ્ચન) એ ગીત માટે ઘણા કલાકો સુધી રિહર્સલ કર્યું હતું. જો કે 'યે કહાં આ ગયે હમ' ગીત વિશે વાત કરતા શિવકુમાર શર્માએ કહ્યું હતું કે યશ ચોપરા ઈચ્છે છે કે તેઓ આ ગીતની શરૂઆત કવિતાથી કરે. આ રીતે દિવંગત સંગીતકારે અમિતાભ બચ્ચનને ગાવા માટે તૈયાર કર્યા અને આ તમામ ગીતો દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા. વર્ષો પછી પણ દર્શકો અમિતાભે ગાયેલા આ ગીતો સાંભળવાનું પસંદ કરે છે.