નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે હંમેશા પોતાના કામથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. બિગ બીને લોકો સદીના મહાનાયક ગણે છે અને બાળકોથી માંડીને વડીલો સુધી ઘણા લોકો ફેન છે. અમિતાભ બચ્ચન હવે ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની તેલુગૂ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ગેસ્ટ અપીયરેંસ આપશે અને તે ફિલ્મના શૂટીંગ માટે હૈદ્વાબાદ રવાના થઇ ગયા છે. અહીં તમને જણાવી દઇએ કે ચિરંજીવી સાઉથની ઇંડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ, ચિરંજીવીની ફિલ્મ 'સઇ રા નરસિમ્હા રેડ્ડી'માં જોવા મળશે. આ ફિલ્મની કહાણી સ્વતંત્રા સેનાની યૂ નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે. તેમણે આ વાતનો ખુલાસો પોતાના બ્લોગમાં કર્યો છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં કહ્યું કે તે ચિરંજીવીની ફિલ્મમાં અતિથિની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે તેમણે આ ફિલ્મનો પોતાનો લુક શેર કર્યો. આ લુકમાં અમિતાભ બચ્ચન લાંબા ગ્રે વાળ અને લાંબી દાઢીમાં જોવા મળી રહ્યાં છે.



જો કે આ ફોટાને શેર કરતાં બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું કે આ તેમનો ફાઇનલ લુક નથી પરંતુ ફિલ્મમાં તેમનો લુક કંઇક આ પ્રકારનો હશે. તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન થોડા સમય પહેલાં જયપુરથી પરત ફર્યા છે. તે અહીં પોતાની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'ની શૂટિંગ માટે ગયા હતા અને ત્યાં તેમની તબિયત બગડી હતી. જોકે હવે ઠીક છે. બિગ બી મુંબઇ પરત ફર્યા બાદ પોતાની નવી ફિલ્મ '102 નોટ આઉટ'ના પ્રમોશનમાં વ્યસ્ત થઇ ગયા. જોકે અમિતાભની આ ફિલ્મ 4 મેના રોજ રિલીજ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે ઋષિ કપૂર લીડ રોલમાં જોવા મળશે.