Amitabh Bachchan: 81 વર્ષીય બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં 15 માર્ચે સવારે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના ટેસ્ટ પછી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જાણવા મળતી માહિતી અનુસાર તેમને તબિયત નાદૂરસ્ત જણાતા મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ સર્જરી પછી અમિતાભ બચ્ચને ટ્વિટ પણ કરી છે જ વાયરલ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 90 ના દાયકાનો એ શો જેનું મ્યુઝીક સાંભળીને પણ ડરતા લોકો, ફરીથી યાદ કરી લો તાજી


અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે ગ્રેટીટ્યુડ લખ્યું છે. પરથી માનવામાં આવી રહ્યું છે કે સર્જરી પછી પોતાના સ્વાસ્થ્ય અને ફેન્સની શુભેચ્છાઓ માટે તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. કારણ કે આ પહેલા પણ તેઓ પોતાના ફેન્સ માટે આ પ્રકારે પોસ્ટ કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે દરેક અપડેટ શેર કરે છે. 


Animal ફિલ્મ પછી Tripti Dimri એ વધારી ફી, જાણો ભુલ ભુલૈયા 3 માટે કેટલી લીધી ફી


અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે અને હોસ્પિટલમાં દાખલ છે તે વાત સામે આવતા અમિતાભ બચ્ચનના ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. ત્યાર પછી અમિતાભ બચ્ચનને લઈને હેલ્થ અપડેટ સામે આવી હતી. એન્જીયોપ્લાસ્ટીનું નામ આવતા જ અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે તેમને હૃદય સંબંધિત સમસ્યા હતી પરંતુ હકીકતમાં અમિતાભ બચ્ચનને પગમાં બ્લડ ક્લોટિંગ ની સમસ્યા હતી. અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં દાખલ કરીને પગની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. જોકે હજુ પણ અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે.


આ પણ વાંચો: Photo: સારા અલી ખાને પહેરેલી આ સીમ્પલ સાડી છે ભયંકર મોંઘી, પોટલી બેગ તો સૌથી મોંઘી


મહત્વનું છે કે આ પહેલા kbc 14 ના શૂટિંગ દરમિયાન પણ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. આ સિવાય તે બે વખત કોવિડ પોઝિટિવ પણ થયા હતા. વર્ષ 2022 માં પણ અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. ત્યારપછી આજે તમને પગની એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડી છે.