નવી દિલ્હી: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ગત 3 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. સમાચાર મળી રહ્યા છે કે મંગળવારથી તે મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં ભરતી છે. સમાચારોનું માનીએ તો તેમના લીવરમાં તકલીફ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે બિગ બીને લિવર સાથે જોડાયેલી સમસ્યા વર્ષ 1982માં થઇ હતી, જ્યારે તેમને ફિલ્મ 'કુલી'ની શૂટિંગ દરમિયાન ઇજા પહોંચી હતી. રિપોર્ટસ અનુસાર જ્યારે બિગને ઇજા પહોંચી હતી, ત્યારે ભૂલથી એક એવા બ્લડ ડોનરનું લોહી તેમના સિસ્ટમમાં પહોંચી ગયું જેને હેપેટાટિસ બી વાયરસ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું
એકથી એક ચઢિયાતી ફિલ્મો આપનાર અમિતાભ બચ્ચનના આઇકોનિક પાત્રો અને ગીતોની ગણતરી કરવી મુશ્કેલ છે. પછી ભલે તે ફિલ્મ 'દીવાર'નું યંગ એંગ્રી મેન હોય...અથવા પછી ફિલ્મ 'સિલસિલા'નું રોમેન્ટિક અમિતાભ. દરેક પાત્રને મોટા પડદા પર અમિતાભ બચ્ચને મનમુકીને જીવ્યું. બોલીવુડનું સૌથી મોટી નામ અમિતાભ બચ્ચન હાલ ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ'ને હોસ્ટ કરે છે. 


'સઇ રા નરસિમ્હા રેડ્ડી'માં જોવા મળ્યા
અમિતાભને તાજેતરમાં ફિલ્મ 'સઇ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)' માં દેખાયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી (Chiranjivi) પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાંથી હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર હંગામો મચાવ્યો અને સાઉથમાં અત્યાર સુધી ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરતી જોવા મળી રહી છે.