Amitabh Bachchan's Voice, Image use prohibeted: સદીના મહાનયક અને બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના નામ, ફોટા, અવાજ અને અન્ય પ્રતિકોને વગર મંજૂરીએ ઉપયોગ પર રોક લગાવવાની માંગણી કરી. આ અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આજે પોતાના વચગાળાના આદેશમાં કહ્યું છે કે હવે ભવિષ્યમાં અમિતાભ બચ્ચનની મંજૂરી વગર કોઈ તેમની તસવીરો, અવાજ  અને અન્ય વ્યક્તિગત પ્રતિકોનો ઉપયોગ કરી શકશે નહીં. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આ નિર્ણય સંલગ્ન પોતાનો ઓર્ડર  પણ બહાર પાડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલિકોમ ઓપરેટર્સને પણ દિશા નિર્દેશ
દિલ્હી હાઈકોર્ટે દેશમાં કામ કરી રહેલા તમામ ટેલિકોમ ઓપરેટર્સને પણ આ સંદર્ભમાં તેમના આદેશનું પાલન કરવા માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. આજે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તરફથી દિલ્હી હાઈકોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલવેએ કોર્ટમાં કહ્યું કે મારા ક્લાયન્ટના પર્સનાલિટી રાઈટ્સ ખરાબ કરાઈ રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તેમનું નામ, અવાજ અને પર્સનાલિટીનો ઉપયોગ તેમની મંજૂરી વગર થવો જોઈએ નહીં. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube