‘મણિકર્ણિકા’ ફિલ્મમાં સાંભળવા મળશે બીગ-બીનો અવાજ, કવિતા વાંચવામાં કરી ભૂલ!
આ ફિલ્મમાં કંગના અંગ્રેજોની સામે લડાઇ લડનારી ઝાંસીની રાની મણિકર્ણિકાનો રોલ પ્લે કરતી જોવા મળશે. ત્યારે, ફિલ્મની એક ઝલકમાં એક કાલજયી કવિતાને અમિતાભ બચ્ચન વાંચતા સાંભળવા મળી રહ્યાં છે.
નવી દિલ્હી: કંગના રનૌત સ્ટાર મેચ અવેટેડ ફિલ્મ ‘મણિકર્ણિકા’નું ટીઝર મંગળવારે લોન્ચ કરવામાં આવ્યું છે. દરેક ભારતીયને ગર્વ અપાવનારી ફિલ્મની એક ઝલક સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ પસદ કરી છે. આ ફિલ્મમાં કંગના અંગ્રેજોની સામે લડાઇ લડનારી ઝાંસીની રાની મણિકર્ણિકાનો રોલ પ્લે કરતી જોવા મળશે. ત્યારે, ફિલ્મની એક ઝલકમાં એક કાલજયી કવિતાને અમિતાભ બચ્ચન વાંચતા સાંભળવા મળી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે કંગાન રનૌતની ફિલ્મ મણિકર્ણિકાનાં ટીઝરમાં મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના અવાજમાં કેરેક્ટરોની ઓળખ કરાવતા જોવા મળી રહ્યાં છે. પોતાની ઇન્ટ્રોડકશન વોઇસમાં બીગ-બી રાણી લક્ષ્મીબાઇની સાથે જોડાયેલી કવિતા ‘ખૂબ લડી મર્દાની...’ સંભળાવે છે, પરંતુ જાણાવ મળી રહ્યું છે કે આ કવિતા સુભદ્ર કુમારી ચૌહાણે લખેલી રચના છે જેમાં થોડો ફેરફાર કરીને બોલવામાં આવી છે.
જોકે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન હિન્દી જગતના પ્રખ્યાત કવિ રહ્યાં છે અને તેઓ પોતે પણ પિતાની કવિતાઓનું વાંચન ઘણા મંચો પર કરતા જોવા મળે છે. માટે હવે સવાલ ઉભો થઇ રહ્યો છે. કે સાહિત્યની દુનિયા સાથે સંબંધ રાખનારા મહાનાયક આ કવિતાની પંક્તિઓને ખોટી કેમ વાચી રહ્યાં છે? તમે પણ જુઓ મણિકર્ણિકાનું ટીઝર...
સુભદ્રા કુમારી ચૌહાણની કવિતાનો અંશ...
સિંહાસન હિલ ઉઠે રાજવંશો ને ભૂકુટી તાની થી,
બુઠે ભારતમે ભી આઇ ફિર સે નયી જવાની થી,
ગુમી હુઇ આઝાદી કી કીમત સબને પહચાની થી,
દૂર ફિરંગી કો કરને કી સબને મન મેં ઠાની થી.
ચમક ઉઠી સન સત્તાવન મે, વહ તલવાર પુરાની થી,
બુંદેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી,
ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી.
ત્યારે, અમિતાભ બચ્ચનના આવાજમાં સાંભળવા મળતી કવિતાની પંક્તિઓ કંઇક આ પ્રકારે છે-
‘‘ખૂબ લડી મર્દાની થી વો
ઝાંસી વાલી રાની થી વો’’
ભારતની આઝાદીની લડાઇ પરની સ્ટોરી
ઉલ્લેખનીય છે કે મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીની સ્ટોરી ભારતની આઝાદીની લડાઇની સ્ટોરી છે. જે 1857માં લડવામાં આવી હતી. રાણી લક્ષ્મીબાઇના જોરદાર કેરેક્ટરને કંગના રનૌત પ્લે કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ જગરલમૂડીએ કર્યું છે. ફિલ્મના નિર્માતાઓના અનુસાર આ ફિલ્મના ટીઝરની રિલીઝના દિવસે ગાંધી જયંતી જેવો યોગ્ય દિવસ બીજો કોઇ દિવસ ન હતો. દેશની આઝાદી માટે લડી રહેલા યોદ્ધાઓના ટ્રિબ્યૂટ આપવામાં આનાથી સોરો દિવસ કોઇ ન હતો અને આજ કારણ છે કે ફિલ્મના ટીઝરને આજે (2 ઓક્ટોબર)ના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી 25 જાન્યૂઆરીએ થીયેટરોમાં જોવા મળશે.