નવી દિલ્લીઃ અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'નું શૂટિંગ ગયા વર્ષથી શરૂ થઈ ગયું છે. ત્યારે તાજેતરમાં બિગ બી અને પ્રભાસે સાથે શૂટિંગ કર્યું છે. બોલીવુડ એટલેકે, હિન્દી સિનેમા અને સાઉથનું સિનેજગત હવે ધીરે ધીરે એકબીજામાં ભળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એ જ કારણ છેકે, એક બાદ એક સાઉથના કલાકારોને સાથે રાખીને હવે બોલીવુડની ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પ્રભાસની બાહુબલી અને બાહુબલી-2 બાદ એક નવા ટ્રેન્ડની શરૂઆત થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેને કારણે રિજનલ સિનેમા માટે બોલીવુડને દરવાજા ખોલવા પડ્યાં છે. ત્યારે લોકડાઉનના સમયમાં એટલેકે, કોરોના કાળમાં આવેલી સાઉથની ફિલ્મ પુષ્પાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. એમાં અલ્લુ અર્જુને ગજ્જબનો અભિનય કર્યો છે. ફિલ્મના ગીતો અને એક્ટરની સ્ટાઈલને દુનિયાભરમાં લોકો કોપી કરી રહ્યાં છે. આ સફળતા જોયા બાદ બાહુબલીના ડાયરેક્ટર એસ.રાજા મૌલીની બોલીવુડ સાથે મળીને બની રહેલી ફિલ્મ આરઆરઆર જોવા પણ દર્શકો આતુર છે. ત્યારે આ દરમિયાન બોલીવુડના શહેનશાહ અને સાઉથના બાહુબલીએ પણ એક સાથે પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અને આ જોડીને સ્ક્રીન પર જોવા દર્શકો આતુર છે.


મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર પ્રભાસે પહેલીવાર વૈજયંતી મૂવીઝની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે સાથે શૂટિંગ શરૂ કર્યું. આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે, જેઓ તેમની તમિલ ફિલ્મ ‘મહનતી’ માટે પ્રસિદ્ધિ મળી હતી. હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીની પ્રોડક્શન ટીમે આખી નવી દુનિયા જ બનાવી છે. ફિલ્મના હાઈ લેવલના નિર્માણને જોઈને અનુમાન લગાવી શકાય છે કે દર્શકોને એક શાનદાર ફિલ્મ જોવા મળશે.


 



 


જ્યારથી બિગ બી, પ્રભાસ, દીપિકા પાદુકોણ ‘પ્રોજેક્ટ કે’માં જોડાયા હોવાની વાત સામે આવી છે, ત્યારથી ચાહકોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે. જ્યારથી બોલિવૂડના શહેનશાહ અને બાહુબલી સ્ટાર પ્રભાસે તેના સોશિયલ મીડિયા દ્વારા શૂટિંગના અપડેટ્સ આપ્યા છે, ત્યારથી ચારે બાજુ એક અલગ જ ઉત્સાહ ફેલાઈ ગયો છે. હાલમાં, ટીમ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં બનેલા વિશાળ સેટ પર શૂટિંગ કરી રહી છે. અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર પર લખ્યું હતું કે “પ્રથમ દિવસે, પ્રથમ શૉટ, પ્રભાસ સાથે ‘બાહુબલી’ ડેબ્યૂ કર્યું અને પ્રભાસ અને તેની પ્રતિભા, તેની અપાર નમ્રતા અને ચારે બાજુ તેનું વ્યક્તિત્વ, લાઇવ શીખવા માટે આત્મસાત કરવું એ સન્માનની વાત છે!”


 



 


તેને એક સ્વપ્ન સાકાર કરવાની ક્ષણ ગણાવીને પ્રભાસે અમિતાભ બચ્ચન સાથે કામ કરવા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે અમિતાભ બચ્ચનની 1975ની પ્રખ્યાત ફિલ્મ દીવારની જૂની તસવીર પોસ્ટ કરી હતી. તેણે તસવીરને કેપ્શન આપતા લખ્યું કે, “મારા માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. મહાન @amitabhbachchan સર સાથે આજે #Project K નો પહેલો શોટ પૂર્ણ કર્યો!” આ પ્રોજેક્ટમાં દીપિકા પાદુકોણ પણ છે. આ ફિલ્મ દ્વારા ત્રણેય મોટા સ્ટાર્સ સાથે કામ કરવા જઈ રહ્યા છે.


જો કે દીપિકા અને બિગ બી પહેલા પણ સાથે કામ કરી ચૂક્યા છે, જ્યારે દીપિકા આ ​​ફિલ્મ સાથે જોડાયેલી હતી ત્યારે નિર્માતાઓએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દીપિકાનું સ્વાગત કરતાં નિર્માતાઓએ લખ્યું, સાઉથની દીકરી જે આખી દુનિયાનું દિલ જીતી રહી છે. દેશની રાણીનું સ્વાગત છે. ચાલો સાથે મળીને વિશ્વને જીતીએ. જ્યારે દીપિકા હૈદરાબાદમાં શૂટિંગ કરીને પાછી આવી ત્યારે તેણે કહ્યું હતું કે તે જલ્દીથી અહીં પાછા આવવા માંગે છે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો તે વર્ષ 2023માં રિલીઝ થવાની આશા છે. (Image Credit Source: Instagram)