નવી દિલ્હી: અમિતાભ બચ્ચનને જો જાહેરાતોનો પણ શહેનશાહ કહેવામાં આવે તો તેમાં કશું ખોટું નહીં હોય. અમિતાભની ઉંમર 75 વર્ષ છે, તે સ્કિન કેર, બેબી કેર, હેર કેર, કોકથી લઈને અનેક કેટેગરીની પ્રોડક્ટ્સની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ આમ છતાં અમિતાભે દારૂ જેવા નશીલા પદાર્થોના પ્રચારથી અંતર જાળવ્યું છે. બીજા અનેક અભિનેતાઓ મોટી મોટી દારૂની બ્રાન્ડની જાહેરાતો કરીને નાણા કમાય છે પરંતુ અમિતાભ કેમ ક્યારેય  દારૂની કે ધુમ્રપાનની એડમાં જોવા મળતા નથી. બિગ બીએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ પોતે ક્યારેક આવા પદાર્થોનું સેવન કરતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યાં મુજબ બિગ બીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ કોઈ ખાસ બ્રાન્ડનો પ્રચાર કરવો કે નહીં તે કયા આધારે નક્કી કરે છે તો તેમણે જણાવ્યું કે જો તે પ્રોડક્ટ હું પોતે પસંદ કરું કે ઉપયોગમાં લેતો હોઉ તો હું તેનો પ્રચાર કરીશ. પરંતુ જેનું હું સેવન કરતો નથી તેવા દારૂ, ધ્રુમપાન કે પાન બહાર સંબંધિત ઉત્પાદનોનો હું ક્યારેય પ્રચાર કરતો નથી.


એક નિવેદનમાં કહેવાયું કે અહીં શુક્રવારે આયોજિત ક્યૂરિયસ ક્રિએટીવ એવોર્ડ્સમાં અમિતાભ બચ્ચનને ભારતના વિજ્ઞાપન અને માર્કેટિંગની દુનિયામાં યોગદાન બદલ માસ્ટર ઓફ ક્રિએટિવીટી એવોર્ટથી નવાજમાં આવ્યાં. આ એવોર્ડ મળ્યા બાદ અમિતાભે કહ્યું કે મને ખબર નથી કે હું તેનો હકદાર છું કે નહીં. પંરતુ જાહેરાતના ક્ષેત્રમાં જે કામ મેં કર્યુ છે તેને ઓળખ મળવા બદલ શાનદાર અનુભવ કરી રહ્યો છું.


અત્રે જણાવવાનું કે અમિતાભે એક દિવસ પહેલા જ કરણ જૌહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનની  ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગની તૈયારી શરૂ કરી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે જોવા મળશે. આ ત્રણેય કલાકારો પહેલીવાર પડદા પર સાથે જોવા મળશે.