Neeraj Bajaj Bought Costly Flat in South Mumbai: સાઉથ મુંબઈના વાલકેશ્વરમાં આ પ્રોપર્ટી છે જેનું નામ છે લોધા માલાબાર પેલેસેઝ. રિયલ એસ્ટેટ ડેવલપર કંપની લોધા લક્ઝરી કલેક્શન આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ઉદ્યોગપતિ નીરજ બજાજે સાઉથ મુંબઈમાં એક ફ્લેટ શું ખરીદ્યો ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. જેનું કારણ છે આ ફ્લેટની કિંમત અને સાઈઝ. આ ઘર શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનના ઘર કરતા પણ મોંઘું છે. રિપોર્ટસ અનુસાર આ વર્ષમાં રહેણાંક માટે ખરીદવામાં આવેલી પ્રોપર્ટીઝમાં આ સૌથી મોટી ડીલ છે. આ એક સી ફેસિંગ પ્રોપર્ટી છે. પરંતુ હાલ બાંધકામમાં છે. આ પ્રોપર્ટી તૈયાર થઈ જઈ પછી ત્યાંથી બજાજ પરિવાર ક્વીન્સ નેકલેસ પણ જોઈ શકશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ મુંબઈના વાલકેશ્વરમાં આ પ્રોપર્ટી છે જેનું નામ છે લોધા માલાબાર પેલેસેઝ. રિયલ એસ્ટેટ ડેવલપર કંપની લોધા લક્ઝરી કલેક્શન આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. નીરજ બજાજે આ ઈમારતમામ નીરજ બજાજે એક ટ્રાઈપ્લેક્સ ખરીદ્યું છે. 252.50 કરોડ રૂપિયામાં નીરજ બજાજે એક જ બિલ્ડિંગમાં 3 માળ ખરીદ્યા છે.


15 કરોડ તો છે સ્ટેમ્પ ડ્યૂટી!
નીરજ બજાજે લોધા માલાબરા પેલસેઝનો 29,30 અને 31મો આખો માળ ખરીદ્યો છે. ઈન્ડેક્સ ટેપ ડોટ કોમ રિયલ એસ્ટેટની જાણકારી આપતું એક પ્લેટફોર્મ છે. જેના પર ઉલબ્ધ જાણકારી અનુસાર 10 માર્ચે આ ડીલ થઈ. આ માટે તેમણે સ્ટેમ્પ ડ્યૂટી આપી તેની કિંમત 15 કરોડ કરતા વધારે છે. આ ટ્રાઈપ્લેક્સનો કુલ એરિયા 12 હજાર 624 સ્કવેર ફિટ છે. ફ્લેટ્સમાં મોટી બાલ્કની, વરંડો અને ઓપન ટેરેસ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અનુસાર એક સ્કવેર ફિટ માટે બજાજે 1 લાખ 40 હજાર 277 રૂપિયા ચૂકવ્યા છે.  કુલ સોદો 265 કરોડનો છે.


નીરવ બજાજ કોણ છે?
નીરવ બજાજ બજાજ ગ્રુપના પ્રમોટર્સમાંથી એક છે. અને ગ્રુપમાં આવતી સ્ટેઈનલેસ સ્ટીલ પ્રોડક્શન કંપની મુકંદ લિમિટેડના ચેરમેન અને એમડી છે. બજાજ ઓટોના ચેરમેન છે. બચરાજ એન્ડ કંપની, જમનાલાલ સન્સના કર્તાધર્તા છે. સાથે બજાજ ગ્રુપના અનેક મોટા પદ પર તેઓ છે. તેઓ ચાર વાર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયન રહ્યા છે.