Abhishek Bachchan Birthday: અભિષેક બચ્ચન 5 ફેબ્રુઆરીએ તેનો 48 મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મો ઉપરાંત અભિષેક બચ્ચન અલગ અલગ ફિલ્ડમાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે. દીકરાના જન્મદિવસ પર બીગ બી અમિતાભ બચ્ચનને જુનિયર બચ્ચન માટે એક ખાસ પોસ્ટ લખી છે. આ પોસ્ટ શેર કર્યા ની સાથે જ વાયરલ થવા લાગી છે. આ પોસ્ટમાં અમિતાભ બચ્ચનને અભિષેક બચ્ચનના વખાણ કર્યા છે અને સાથે જ કહ્યું છે કે તે બેસ્ટ છે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  


સસ્પેંસ ફિલ્મ જોવાના શોખીન રહે તૈયાર, OTT પર આવી રહી છે મર્ડર મુબારક ફિલ્મ, જુઓ ટીઝર


મોતની ખોટી અફવા ફેલાવવા મામલે પૂનમ પાંડે અને તેના મેનેજર વિરુદ્ધ FIR દાખલ


અભિષેક બચ્ચનને આઇકોનિક ગોલ્ડ એવોર્ડમાં બેસ્ટ એક્ટર તરીકે સન્માનિત કરવામાં આવ્યો છે. અભિષેક બચ્ચનને આ એવોર્ડ તેની ફિલ્મ ઘુમર માટે મળ્યો છે. ફિલ્મ ઘુમરમાં અભિષેક બચ્ચનને જબરદસ્ત પર્ફોર્મન્સ કર્યું છે. આ એવોર્ડ ફંક્શનની એક ક્લિપ પણ અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં અભિષેક બચ્ચનનું નામ એવોર્ડ માટે એનાઉન્સ થાય છે. 



આ વીડિયો ક્લિપ્સ શેર કરવાની સાથે કેપ્શનમાં અમિતાભ બચ્ચનને તેના દિલની વાત કેપ્શનમાં લખી છે. અમિતાભ બચ્ચનને લખ્યું છે કે રિક્ગ્નિશન મેટર કરે છે પરંતુ અભિષેક તેના માટે હંમેશાથી બેસ્ટ છે અને તેને અભિષેક બચ્ચન પર ગર્વ છે. 



અમિતાભ બચ્ચનની જેમ અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચનને પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અભિષેક બચ્ચનને બર્થ ડે વિશ કર્યો છે. શ્વેતા બચ્ચને અભિષેક અને તેની નાનપણની ફોટો શેર કરી છે જેમાં બંને એકસાથે કાઉચ પર બેઠા છે. જો કે અભિષેક બચ્ચન માટે ઐશ્વર્યા રાય બચ્ચને કોઈ પોસ્ટ શેર કરી ન હતી.