Amitabh Bachchan tweet viral:  21 એપ્રિલ ની સવાર ભારતીય સેલિબ્રિટીઝ માટે મોટો ઝટકો હતી. કારણ કે સવારમાં બધા જ ના ટ્વીટર એકાઉન્ટ પરથી બ્લુટીક ગાયબ થઈ ગયા હતા. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનથી લઈ વિરાટ કોહલી સુધીના દિગ્ગજ લોકોના નામ છે. આ વાત જંગલમાં આગ ફેલાય તે રીતે ફેલાઈ ગઈ. જોકે twitter તરફથી આ અંગે પહેલાથી જ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે સબસ્ક્રીપશન વાળા એકાઉન્ટમાં જ બ્લુટીક રહેશે. આ સિવાયના એકાઉન્ટમાંથી 20 એપ્રિલે બ્લુટિક હટાવી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Twitterએ છીનવી લીધી બીગ બીથી લઈ આલિયા ભટ્ટ સુધીના આ કલાકારોની ઓળખ


આ અભિનેત્રી YRFના સ્પાય યુનિવર્સમાં કરશે એન્ટ્રી? શરૂ કરી એક્શનની ધમાકેદાર તૈયારીઓ


લગ્ન વિના પ્રેગનેન્ટ થઈ અભિનેત્રી Ileana D’cruz ! લોકો પિતાનું નામ જાણવા થયા આતુર


ટ્વીટર અકાઉન્ટ પરથી બ્લુટીક રીમુવ થઈ જતા અમિતાભ બચ્ચનને મજેદાર અંદાજમાં ટ્વિટ કરી રિએક્શન આપ્યું છે. અમિતાભ બચ્ચનને જે અંદાજમાં twitter ને બ્લુટીક ફરીથી લગાવવાની વાત કરી છે તે જોઈને તમે પણ હસી પડશો. અમિતાભ બચ્ચનની આ ટ્વીટ હવે વાયરલ થઈ રહી છે. અમિતાભ બચ્ચને મજેદાર અંદાજમાં ટ્વિટ કરીને લખ્યું છે કે, " ટ્વીટર ભાઈ સાંભળો છો ? હવે તો પૈસા પણ ભરી દીધા, તો પછી જે નીલકમલ હોય છે અમારા નામની આગળ તે પાછું લગાડી દો ભાઈ... જેથી લોકો ઓળખી શકે કે હું જ અમિતાભ બચ્ચન છું. હાથ જોડી લીધા હવે પગ જોડવા પડશે ? "



અમિતાભ બચ્ચન ટ્વિટર વડે પોતાના ફોલોવર્સ સાથે જોડાયેલા રહે છે તેવામાં તેમણે જે અંદાજથી ટ્વિટ કર્યું છે તે જોઈને ટ્વિટર પર લોકો ખુશખુશાલ થઈ ગયા છે અને તેમની ટ્વીટ ઉપર રિએક્ટ કરી રહ્યા છે. જોકે 19 એપ્રિલે પણ તેમણે આવી જ કંઈક ટ્વિટ કરી હતી જે પણ વાયરલ થઈ હતી. તેમણે આ ટ્વીટમાં એલન મસ્ક ને રિક્વેસ્ટ કરી હતી કે twitter માં એડિટ ઓપ્શન પણ આપી દો. કારણ કે વારંવાર ભૂલ થઈ જાય છે...