મુંબઈઃ અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી રહ્યાં છે. તેઓ 11 જુલાઈએ દાખલ થયા હતા. બિગ બી ત્યારથી આઈસોલેશનમાં છે. ડોક્ટરો તેમની સ્થિતિ સ્ટેબલ જણાવી રહ્યાં છે. પરંતુ આ ખતરનાક વાયરસ સામે લડવું મુશ્કેલ તો છે. 2 સપ્તાહથી તેઓ કોઈ વ્યક્તિના સંપર્કમાં નથી. આ ફેન્સ-ચાહકોથી ઘેરાયેલા રહેતા સેલિબ્રિટી માટે સરળ નથી. અમિતાભ હોસ્પિટલમાંથી સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેમણે હોસ્પિટલથી પોતાના બ્લોગમાં લખ્યુ કે, વાયરસની મેન્ટલ હેલ્થ પર કેવી અસર પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભે જણાવ્યુ કઈ રીતે થઈ રહી છે સારવાર
અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ અને ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. જલદી સાજા થયાની આશા યથાવત છે. પરંતુ હોસ્પિટલમાં અલગ રહેવાના કડવા સત્યને પણ નજરઅંદાજ ન કરી શકાય. તેમણે તેના પર લાંબો બ્લોગ લખ્યો છે. આ બ્લોગમાં તેમણે મેન્ટલ હેલ્થ પર વાત કરી છે. બિગ બીએ લખ્યુ કે, આઇસોલેશનમાં હોવાની મેન્ટલ હેલ્થ પર કઈ રીતે અસર પડે છે. 


લોકોમાં વધી રહી છે હતાશા અને એકલતા
અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યુ કે, જો ડોક્ટર તમારી કેર કરતા હોય તે પણ તમારી પાસે આવતા નથી. તે વીડિયોચેટ દ્વારા વાતચીત કરે છે અને આવી પરિસ્થિતિને જોતા આ રીત સારી છે. સારવાર માટે દાખલ થયેલા લોકોને સપ્તાહ સુધી કોઈ વ્યક્તિ મળતી નથી. ડોક્ટર, નર્સ આવે છે તો પણ પીપીઈ કિટમાં. લોકોને રિમોટ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે શું તેની માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે? સાયકોલોજિસ્ટનું કહેવું છે કે પડે છે. દર્દીઓ અહીંથી ગયા બાદ બદલી જાય છે, તેઓ પબ્લિકમાં જવાથી પડે છે, અથવા તેને લાગે છે કે લોકો તેની સાથે અલગ પ્રકારે વ્યવહાર કરશે. એવી રીતે ટ્રીટ કરશે જેમ તે બીમારીને સાથે લઈને ચાલી રહ્યાં છે. બિગ બીએ તેને  Pariah syndrome (અસ્પૃશ્યતાનો ડર) જેમ ગણાવ્યું છે. તેનાથી લોકો હતાશામાં થઈ રહ્યાં છે અને એકલતામાં પણ. 


અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા પણ છે એડમિટ
અમિતાભ  બચ્ચનની સાથે અભિષેક બચ્ચન પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. બંન્ને હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના પરિવારના સભ્યોની પણ તપાસ કરવામાં આવી તો એશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન પણ પોઝિટિવ મળ્યા હતા. જ્યા બચ્ચન કોરોના સંક્રમણથી બચી ગયા હતા.