અમિતાભને સતાવી રહ્યો છે કાયમ માટે અંધ થઈ જવાનો ડર, કારણ છે મજબૂત
અમિતાભને લાગે છે કે તેઓ કાયમ માટે અંધ થઈ જશે અને તેમણે પોતાનો આ ડર ચાહકો સામે વ્યક્ત કર્યો છે.
મુંબઈ : બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા અમિતાભ બચ્ચન હાલમાં પોતાની આંખોને કારણે બહુ ચિંતામાં છે. તેમને લાગે છે કે તેઓ કાયમ માટે અંધ થઈ જશે અને તેમણે પોતાનો આ ડર ચાહકો સામે વ્યક્ત કર્યો છે. ચિંતા વ્યક્ત કરતાં અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, આ આંખો ધૂંધળી છબીઓ જોઈ રહી છે. આંખોથી બે વસ્તુઓ દેખાઈ છે અને થોડા દિવસોથી મને અનુભવ થઈ રહ્યો છે કે આંખોની રોશની જવાની છે.
જોકે બાદમાં અમિતાભના ડોક્ટરે તેમને સાંત્વના આપી હતી કે તેઓ અંધ તો બિલ્કુલ નહીં થાય. તેમણે કહ્યું કે, ડોક્ટર સાથે વાત કરીને તેમની સલાહનું પાલન કરી રહ્યો છું. તેમણે કહ્યું એ પ્રમાણે આંખોમાં ટીપા દર કલાકે નાખી રહ્યો છું. તેમણે મને સાંત્વના આપી છે કે હું અંધ નહીં થાઉં. આંખો થાકી ગઈ છે. બીજું કંઈ નહીં.
હાલ દેશમાં કોરોનાની સમસ્યા ફેલાયેલી છે અને લોકોની સુરક્ષા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે દૈનિક મજૂરી કરીને ઘરનો ચુલો સળગાવતા લોકો માટે મોટી મુસીબત ઉભી થઇ ગઇ છે. આવા મજૂરોને બોલિવૂડના સ્ટાર અમિતાભ બચ્ચને મદદ કરવાની જાહેરાત કરી છે. તેમણે 1 લાખ દૈનિક મજૂરોની મદદ કરવાની જાહેરાત કરી છે. અમિતાભ બચ્ચને કોરોના વાયરસની મહામારી વચ્ચે ઑલ ઇન્ડિયા એમ્પ્લોઇઝ કન્ફેડરેશન સાથે જોડાયેલા એક લાખ દૈનિક મજૂરોની મદદનું એલાન કર્યુ છે. મુસીબતનો સામનો કરી રહેલા તેમના પરિવારોની મદદ માટે અમિતાભ બચ્ચને માસિક રાશન પુરુ પાડવાનો સંકલ્પ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube