Amrita Singh and Saif Ali Khan Love Story: અમૃતા સિંહ અને સૈફ અલી ખાને ચોરી છુપી 1991માં લગ્ન કર્યા અને પછી પરિવારના લોકોને આ અંગે જણાવ્યું. આ દરમિયાન તેમના લગ્નની ઘણી ચર્ચા થઈ હતી. જોકે પરિવારે આ લગ્નને સ્વીકાર્યા હતા અને અમૃતા સૈફના પરિવાર સાથે રહેવા લાગી હતી. 1995માં સૈફ અમૃતાની જીવનમાં ખુશખબર આવી. તેમના ઘરમાં પુત્રીએ જન્મ થયો હતો જેનુ નામ સારા અલી ખાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નના ઘણા વર્ષો પછી મા બની અમૃતા-
લગ્ન અને સારાના જન્મ વચ્ચે 5 વર્ષનો અંતર છે. જોકે એ વખતે આટલા સમય પછી માતા બનવા પર અમૃતાને ઘણુ સાંભળવુ પડ્યું હતુ. મીડિયામાં પણ અનેક પ્રકારની વાતો થતી હતી. જેનો જવાબ અમૃતાએ આપીને બધાની બોલતી બંધ કરી હતી. તેઓએ એ વખતે આ વાતનો જવાબ આપ્યો હતો.


સૈફના કારણે જલ્દી માતા બનવાનો નિર્ણય નહોતો લીધો-
અમૃતાએ જણાવ્યું કે આ નિર્ણય સૈફ અલી ખાનના કારણે લીધો હતો. અમૃતા સિંહે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દિધુ હતું. જ્યારે સૈફ વધારે વ્યસ્ત હતા. તે કરિયર પર ધ્યાન આપવા લાગ્યા હતા. તેમને સારી ફિલ્મોની ઓફર પણ મળી રહી હતી. અને સૈફને લોકો ઓળખવા લાગ્યા હતા. એ વખતે એ જરૂરી હતુ કે સૈફ ફિલ્મો પર જ ફોકસ કરે અને તેમનુ ધ્યાન ના ભટકે. અમૃતા નહોતી ઈચ્છતી કે બાળકને જન્મ આપીને સૈફનું ધ્યાન ભટકે. સૈફ સેટલ થયો પછી જ અમૃતા માતા બની. 1995માં સારાને જન્મ આપ્યો. તેના 6 વર્ષ પછી પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને જન્મ આપ્યો.