નવી દિલ્હી: બોલીવુડના દિવંગત અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) અને ઇરફાન ખાન (Irrfan Khan) ને હવે અમૂલ (Amul) બટરની જાહેરાત દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ ઉત્પાદન દિગ્ગજ અમૂલ કો.ઓપરેટિવે પોતાના તાજેતરના ટ્રેડમાર્ક જાહેરાત દ્વારા ઋષિ કપૂરના લોકપ્રિય ઓન-સ્ક્રીન પાત્ર, જેમ કે 'મેરા નામ જોકર', 'સરગમ' અને 'અમર અકબર એંથની'ના ફિલ્મોના પાત્રને લાઇવ એનિમેશનના માધ્યમથી જીવંત કર્યા છે. 


જાહેરાતની પંચલાઇનમાં લખ્યું છે ''આપ કિસી સે કમ નહી'', આ 1977ની તેમની લોકપ્રિય ફિલ્મ 'હમ કિસી સે કમ નહી' તરફ ઇશારો કરી રહ્યા છે. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. 



અમૂલની શ્રદ્ધાંજલિએ દેશવાસીઓને ભાવુક કરી દીધા છે. તેન પંસદ કરનાર ઘણા પ્રશંસકોમાં ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરની સારી મિત્ર અભિનેત્રી આલિયા ભટ્ટ પણ સામેલ હતી. તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર જાહેરાતનો ફોટો શેર કર્યો છે. 


તો બીજી તરફ ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જાહેરાતમાં તેમના પ્રશંસિત પાત્ર જેમ કે 'ધ લંચબોક્સ',  'અંગ્રેજી મીડિયમ', અને 'પાન સિંહ તોમર'ના પાત્રને સામેલ કરવામાં આવ્યું છે.
 



ઇરફાન માટે બનાવવામાં આવેલી જાહેરાતની પંચલાઇન છે, 'હમારે બેહતરીન અભિનેતાઓ મેં સે એક કો શ્રદ્ધાંજલિ''