નવી દિલ્હી: બોલિવૂડની ફેશનનિસ્ટા અભિનેત્રી સોનમ કપૂરે પોતાના પાર્ટનર આનંદ આહૂજા સાથે ગત વર્ષ 8મી મેના રોજ લગ્ન કરીને ઘર વસાવી લીધુ હતું. આજે આ બંનેના લગ્નને એક વર્ષ પૂરું થયું અને પતિ આનંદ આહૂજાએ આ અવસરે સોનમને ખુબ જ પ્રેમાળ અંદાજમાં વિશ કરતી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. એટલું જ નહીં પરંતુ આ લવલી કપલ પોતાના આ સ્પેશિયલ દિવસને સેલિબ્રેટ કરવા માટે વિદેશ પ્રવાસે ગયા છે. સોનમે પણ પોતાના આ ટ્રીપના કેટલાક વીડિયો સોશલ મીડિયા પર શેર  કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે લાંબા સમયથી મને અમારો આ ફોટો ખુબ પસંદ છે. અમે જ્યારે સાથે 3 મહિના પૂરા કર્યાં હતાં અને આજે 3 વર્ષ પૂરા થયા છે. ત્યારે તું મારી ગર્લફ્રેન્ડ અને લાસ્ટ યર લગ્ન કર્યા બાદ તુ મારી વાઈફ બની. આજે આપણે ફક્ત લગ્નની વર્ષગાઠ સેલિબ્રેટ નથી કરતા પરંતુ 3 વર્ષ સુધીનો ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો સંબંધ પણ સેલિબ્રેટ કરીએ છીએ. 



આ અગાઉ આનંદે એક ફોટો શેર કરતા લખ્યું હતું કે મને આ પોસ્ટ કરવું એટલા માટે પસંદ નથી કારણ કે મને જૂતા પસંદ છે અને તુ જાણે છે કે મને જૂતા ખુબ જ પસંદ છે. કારણ કે નીચે જોવું મને વર્તમાનમાં, જમીન સાથે જોડાયેલા રહેવાનું અને ખાસ કરીને આભારી રહેવાનું યાદ અપાવે છે. હું જણાવી શકું છું કે જ્યારે મે આ લીધા હતાં ત્યારે આપણે ક્યાં હતાં અને આપણે તે સમય કેવો મહેસૂસ કરી રહ્યાં હતાં. 



અત્રે જણાવવાનું કે સોનમ કપૂરે લગ્ન બાદ તરત જ પોતાનું નામ સોશિયલ મીડિયા પર બદલીને સોનમ આહૂજા કરી નાખ્યું હતું. ત્યારબાદ તેના પતિએ પણ પોતાનું નામ બદલીને આનંદ એસ આહૂજા કર્યું છે. સોનમ અને આનંદના સોશિયલ મીડિયા જોતા સ્પષ્ટ થાય છે કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. નોંધનીય છે કે સોનમ અને આનંદે 8મી મેના રોજ સિખ રીતી રિવાજથી લગ્ન કર્યા હતાં.