બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વીરેન મર્ચન્ટના પુત્રી રાધિકા મર્ચન્ટના 12 જુલાઈના રોજ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન થયા. આ ગ્રાન્ડ વેડિંગમાં દેશ વિદેશના સિતારાઓ જોવા મળ્યા. જયાલા માટે સ્ટેજ પર અનંત પિતા મુકેશ અંબાણી અને કાકા અનિલ અંબાણી સાથે જોવા મળ્યો. બીજી બાજુ રાધિકાની એન્ટ્રી જબરદસ્ત જોવા મળી. એકવાર તે મોરવાળી પાલકીમાં આવી. ફૂલોની ચાદરમાં પણ તેની એન્ટ્રી શાનદાર રહી. જ્યારે મંડપમાં રાધિકાએ પિતાનો હાથ પકડીને એન્ટ્રી કરી હતી. આ એન્ટ્રી વખતે રાધિકા ભાવુક થઈ ગઈ અને આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધિકા મર્ચન્ટે ગુજરાતી પાનેતર પહેરીને એન્ટ્રી કરી હતી. રાધિકા મર્ચન્ટની એન્ટ્રી મોરવાળી પાલખીમાં થઈ હતી. તે વખતે શ્રેયા ઘોષાલ લાઈવ ગાઈ રહી હતી. આ એન્ટ્રી વખતે પણ રાધિકા મર્ચન્ટ ઈમોશનલ જોવા મળી હતી. તેના ચહેરા પર મુસ્કાન હતી પરંતુ સાથે સાથે આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. બધા મહેમાનો રાધિકાને ચિયર કરી રહ્યા હતા અને તે હસતાં હસતાં બધાનું અભિવાદન ઝેલી રહી હતી. આ દરમિયાન ખુબ ભાવુક પણ થઈ ગઈ. રાધિકાનો પરિવાર પણ ભાવુક જોવા મળ્યો. 



ફૂલોની ચાદર નીચે પણ એન્ટ્રી
રાધિકા મર્ચન્ટની એક એન્ટ્રી  ફૂલોની ચાદર નીચે ચાલતી હોય તે રીતે પણ જોવા મળી. આ દરમિયાન રાધિકા સાથે બહેન અંજલિ મર્ચન્ટ જોવા મળી. રાધિકાની આ એન્ટ્રી ખુબ ખાસ રહી. રાધિકા આ દરમિાયન ખુબ હસી રહી હતી. 



પિતાનો હાથ પકડી મંડપમાં પહોંચી
રાધિકા મર્ચન્ટની મંડપમાં એન્ટ્રી પિતા વીરેન મર્ચન્ટનો હાથ પકડીને થઈ. મંડપ સુધી રાધિકાને પિતા વીરેન દોરી ગયા. રાધિકા મર્ચન્ટની આ એન્ટ્રીએ લોકોને ભાવુક કરી દીધા હતા. 



દેશ વિદેશથી હસ્તીઓ આવી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ લગ્નમાં બોલીવુડ, બિઝનેસ, ખેલ, રાજનીતિ...દરેક ક્ષેત્રમાંથી દિગ્ગજો પહોંચ્યા હતા. પ્રિયંકા ચોપડા, બચ્ચન પરિવાર, શાહરૂખ ખાન, સલમાન ખાન, સહિત સમગ્ર બોલીવુડ આ લગ્નમાં સામેલ થયું. જ્યારે કાર્દિશિયન સિસ્ટર્સ, જ્હોન સીના, યુકેના એક્સ પીએમ બોરિસ જ્હોન્સન, ટોની બ્લેર સહિત વિદેશી હસ્તીઓ પણ લગ્નમાં સામેલ થઈ.