નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ (Deepika Padukone), અનન્યા પાંડે (Ananya Pandey) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) ત્રણેય પોતાની અપકમિંગ ફિલ્મ 'ગહરાઇયાં'નું પ્રમોશન જોરશોરથી કરી રહ્યાં છે. પ્રમોશન દરમિયાન ત્રણેય સ્ટાર્સ ફિલ્મ સાથે જોડાયેલી યાદો પણ મીડિયાની સાથે શેર કરી રહ્યાં છે. આ દરમિયાન અનન્યા પાંડેએ ફિલ્મને લઈને કંઈક એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને બધા ચોંકી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે બાથરૂમમાં 20 મિનિટ સુધી લોક રહી અનન્યા
હકીકતમાં અનન્યા પાંડેએ ફિલ્મ કેમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે ગહરાઇયાંના શૂટિંગ સમયે તેણે ખુદને 20 મિનિટ સુધી બાથરૂમમાં લોક કરી દીધી હતી. જ્યારે અનન્યાને પૂછવામાં આવ્યું કે આખરે સું થયું હતું. જેના કારણે તેણે આ કર્યું. તેના પર અનન્યા જણાવે છે કે, જ્યારે ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે ત્યારે શકુન એક સીટને નેરેટ કરી રહ્યા હતા. શકુનને સ્ટોરી નેરેટ કરતો જોઈને હું એટલી ખોવાય ગઈ કે 20 મિનિટ સુધી બાથરૂમમાં લોક રહી. મને આ સ્થિતિમાં જોઈને શકુનને લાગ્યું કે હું બેભાન થઈ રહી છું. બાદમાં જ્યારે હું બાથરૂમથી નિકળી તો બધા મને પૂછી રહ્યાં હતા. અન્નયા આગળ કહે છે કે શકુન મારા ડ્રીમ ડાયરેક્ટર છે અને તેની સાથે કામ કરવુ મારૂ સપનું પૂરુ થવા સમાન છે. તેથી મારી આ હાલત થઈ હતી. 


દીપિકા અને સિદ્ધાંતના કિસિંગ સીન


Video: 'પુષ્પા'ની અભિનેત્રીની 'ગંદી હરકત', વીડિયો વાયરલ થતા લોકોનો ગુસ્સો ફાટ્યો


આ તારીખે રિલીથ થશે ફિલ્મ
મહત્વનું છે કે શકુન બત્રા દ્વારા દિગ્દર્શિત, એમેઝોન ઓરિજિનલ મૂવી ગહરાઇયાંમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, ધૈર્ય કરવાની સાથે સાથે નસીરૂદ્દીન શાહ અને રજત કપૂર મુખ્ય ભૂમિકામાં છે. વાયકોમ 18 સ્ટૂડિયો, ધર્મા પ્રોડક્શન અને શકુન બત્રાની જૌસ્કા ફિલ્મ દ્વારા સંયુક્ત રૂપથી નિર્મિત, ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર વિશેષ રૂપથી 11 ફેબ્રુઆરીએ પ્રાઇમ વીડિયો પર થશે. આ ફિલ્મ લગ્ન, છુટાછેડા, દગો અને સાંસ્કૃતિક મતભેદો સહિત સંબંધોની સમસ્યા પર કેન્દ્રીત છે. ફિલ્મને કોરોના મહામારી દરમિયાન ગોવામાં શૂટ કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube